સોશયલ નેટવર્કિંગ સાઈટ Facebookએ સીઈઓ માર્ક ઝુકરબર્ગની કેટલીક જૂની પોસ્ટ ડિલીટ કરી દીધી. કંપનીનું કહેવું છે કે, આ પોસ્ટ ભૂલથી ડિલીટ થઈ છે. તેમાંથી કેટલીક પોસ્ટ્સ 2007 અને 2008થી હતી. હવે કંપની આ પોસ્ટ્સને રિસ્ટોર કરવાનો પ્રયાસ કરી રહી છે. જેમાં હજુ સુધી કંપનીને સફળતા નથી મળી. ફેસબુકના એક સ્પોક્સપર્સનનું કહેવું છે કે, ઝુકરબર્ગની ડિલીટ થયેલી પોસ્ટ કંપનીના બ્લોગ કે ન્યૂઝ રૂમમાં હજુ પણ મળી શકે છે. તેમણે આગળ કહ્યું કે, કેટલી પોસ્ટ ડિલીટ થઈ છે એ વાતની પણ જાણકારી નથી.
આ પહેલા તાજેતરમાં જ કંપનીની સિક્યોરિટી પર સવાલ ઉઠ્યો હતો. ક્રેબ્સ ઓન સિક્યોરિટીએ પોતાના એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, ફેસબુકના હજારો લાખો યૂઝર્સના પાસવર્ડ પ્લે ટેક્સ્ટના રૂપમાં સ્ટોર કરી રાખ્યા છે, જે સરળતાથી વાંચી શકાય છે. કંપનીમાં કામ કરી રહેલા જે લોકોની પાસે ફેસબુકની ઈન્ટરનલ ફાઈલનો એક્સેસ છે, તે આ પાસવર્ડ સુધી સરળતાથી પહોંચી શકે છે.
ફેસબુકે ‘Keeping Passwords Secure’ નામના એક બ્લોગ પોસ્ટમાં આ વાતની પુષ્ટી કરી છે. કહ્યું કે કંપનીએ આ સમસ્યાની ઓળખ જાન્યુઆરીમાં કરી લીધી હતી. કંપનીએ કહ્યું કે, ટૂંકમાં જ આ સમસ્યાને ફિક્સ કરી બધા યૂઝર્સને તેની જાણકારી આપી દેવાશે. ફેસબુક મુજબ, ‘કોઈપણ એવા પુરાવા નથી કે પ્લેટ ટેક્સ પાસવર્ડ કંપનીની બહાર લીક થયા છે કે પછી તેનો કંપનીની અંદર ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે.’
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.