એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો ઉપયોગ કરનારાઓ માટે ખાસ ફિચર્સ આવ્યા થે. તાજેતરમાં ગુગલે એન્ડ્રોઇડના આગામી વર્ઝન Android Q બીટા 1ને રોલઆઉટ કર્યું છે. આ નવું વર્ઝન તમારા ફોનમાં આવવાથી 10 ફીચર્સ બદલાઇ જશે. તો જાણીએ તેના 10 ફિચર્સ વિશે.
Dark Mode
આજકાલ દરેક એપ્સમાં આ ફીચર જોવા મળે છે અને જે એપ્સમાં આ ફીચર નથી જેવા મળતું તેવી એપ્સ પર ટેસ્ટીંગ ચાલી રહ્યું છે. જેથી ટૂંક સમયમાં તેવી એપ્સમાં આ ફીચરનો ઉપયોગ કરી શકાશે. તમારા ફોનમાં એન્ડ્રોઇડ ક્યુ બીટા 1 આવવાથી ડાર્ક મોડને ઇનેબલ કરી શકશો. જેના લીધે તમારા ફોનની બેટરી ક્ષમતા વધી જશે.
Permission Control
એન્ડ્રોઇડ ક્યુ બીટા 1માં સૌથી ખાસ ફીચર પરમિશન કન્ટ્રોલનું છે. એટલે કે જે એપને જે પરમિશન આપશો તેની પર જ કામ કરશે દા.ત મીડિયાની પરમિશન આપવી કે નહીં. કેમેરાની પરમિશન આપવી કે નહીં જેવી તમામ પરમિશનોને યુઝર્સ કન્ટ્રોલ કરી શકશે.
File Sharing
સોશિયલ મીડિયાના આ યુગમાં ડેટા શેરીંગ ખૂબ જ વધી ગયું છે. જો તમારા સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ ક્યુ બીટા 1 આવી જાય છે તો કોઇપણ વસ્તુને ખૂબ જ ઝડપથી શેર કરી શકશો. પહેલાં તેના માટે એપ્સ આવતાં હતા પરંતુ હવે તમને કોન્ટેક્સ્ટ પણ દેખાશે અને તમે ડાયરેક્ટ શેર પણ કરી શકશો.
Battery Indicator
આજકાલ તમામ ફોનમાં બેટરીના પરસન્ટેજ બતાવે છે. પરંત એન્ડ્રોઇડ ક્યુ બીટા 1 આવ્યા પછી તમે એ જાણી શકશો કે તમારા ફોનની બેટરી કેટલા સમય સુધી ચાલી શકશે.
Colourful Themes
એન્ડ્રોઇડ ક્યુ બીટા 1 આવ્યા પછી તમારા સ્માર્ટફોનમાં થીમ્સ બદલાઇ જશે. તેમા તમારે જે કલરની થીમ રાખવી હશે તે રાખી શકશો.
Connect Wi-Fi Without Password
જો તમારા સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડનું નવું વર્ઝન આવી જશે તો તમે વગર પાસવર્ડે વાઇ-ફાઇ કનેક્ટ કરી શકશો. જેના તમારે માટે માત્ર QR Code સ્કેન કરવાનો રહેશે.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.