(સૌજ્ન્ય iamgujarat)
સેમસંગ ભારતમાં પોતાની ટીવી લાઈનઅપને અપડેટ કરી રહી છે. કંપનીએ ઘણા ટીવી લોન્ચ કર્યા છે અને તેમાં 8K રિઝોલ્યૂશનવાળા QLED ટીવી પણ શામેલ છે. આ નવા ટીવીને 65 ઈંચ, 75 ઈંચ, 82 ઈંચ અને 98 ઈંચની સ્ક્રીન સાઈઝમાં ભારતીય માર્કેટમાં રજૂ કરાયા છે. આ 8K ટીવીમાં AI અપસ્કેલિંગ ટેકનોલોજી, Bixby વોઈસ કમાન્ડ અને વન કનેક્ટ બોક્સ જેવા ઘણા ફીચર્સ આપેલા છે.
સેમસંગ 8K QLED ટીવીની કિંમત 75 ઈંચ સ્ક્રીન માટે 10,99,900 રૂપિયા, 82 ઈંચ સ્ક્રીન માટે 16,99,900 રૂપિયા અને 98 ઈંચ મોડલ માટે 59,99,900 રૂપિયા રખાઈ છે. તેના 65 ઈંચના સ્ક્રીનવાળા મોડલની કિંમત જલ્દી જ જાહેર કરાશે. કંપનીએ કહ્યું કે આ મોડલ્સ આગલા મહિને (જુલાઈ)થી માર્કેટમાં ઉપલબ્ધ હશે.
સાથે જ લોન્ચ થયેલા અન્ય મોડલ્સની વાત કરીએ તો કંપનીનું 2019 QLED ટીવી રેન્જમાં 65 ઈંચ Q90 વેરિયન્ટ 3,99,900 રૂપિયામાં મલશે. તો 55 ઈંચ અને 75 ઈંચના Q80 વેરિયન્ટની ક્રમશઃ કિંમત 2,09,900 અને 6,49,900 રૂપિયા રખાઈ છે. ઉપરાંત Q60 મોડલ્સ માટે 43 ઈંચ સ્ક્રીનની કિંમત 94,900 રૂપિયા, 82 ઈંચની કિંમત 7,49,900 રૂપિયા રખાઈ છે.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.