લાખણીના કુડામાં સામુહિક હત્યાકાંડના પગલે સાંસદ લોકો વચ્ચે દોડી ગયા, પરબત પટેલે કહ્યું : સીટની રચના કરી દેવાઈ છે
(થરાદથી વશરામ ચૌધરી નો રિપોર્ટ)
બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના કુડા ગામમાં એક જ ચૌધરી પરિવારના ચાર લોકોની હત્યા ને લઈને ચૌધરી સમાજના લોકો મૃતકોની લાશ સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યો છે. ત્યાં જ બનાસકાંઠાના ભાજપના સાંસદ પરબત પટેલ આ ઘટનાને પગલે લાખણી ખાતે દોડી ગયા હતા. જ્યાં મોટી સંખ્યામાં એકઠા થયેલા ચૌધરી સમાજના લોકો સાથે તેમને વાતચીત કરી હતી. જેમાં પરબત પટેલે જણાવ્યું હતું કે, સરકાર સાથે મારી વાતચીત થઈ છે. જેમાં સરકારે ખાતરી આપી છે કે, આરોપીઓને ઝડપી લેવામાં કોઈ કચાસ રાખવામાં આવશે નહીં, અને સંડોવાયેલા કોઈને પણ છોડશે નહીં. અત્યારે સીટની રચના પણ કરી દેવામાં આવી છે. જ્યારે પોલીસ તંત્રે પણ હત્યાના આરોપીઓને શોધવા નો દોર શરૂ કરી દીધો છે...... હાલમાં સાંસદ પરબત પટેલ લોકો સાથે વાતચીત કરી રહ્યા છે.....
(વધુ અપડેટ માટે જોતા રહો..... આજકા તહલકા)
Video
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.