વેરાવળ પ્રભાસ પાટણ પાસે આવેલા સોમનાથ મંદિરને લૂંટવા તથા મંદિર નો નાસ કરવા માટે એ સમય મહમદ ગઝની એ બે – ત્રણ વાર હુમલો કર્યો હતો પરંતુ તેને તેમાં નિષ્ફળતા મળી હતી.
આ સમયે જૂનાગઢ ઉપર કુંવર મહિપાલની કુંવરી મીનળદેવી કે જે શિવભક્તિમાં તલ્લીન હતા અને મુસ્લિમ રાજા થી બચવા તેમને શિવલિંગ ની સ્થાપના ભૂગર્ભ માં કરી હતી અને ત્યાં જ પૂજા કરતા હતા આમ મીનળદેવી ને ભોળાનાથમાં અપાર શ્રદ્ધા હતી.
પરંતુ ૧૪૫૭ ની આસપાસ ગુજરાત ઉપર મહમદ જાફર ની આણ વર્તાતી હતી તેને ભૂગર્ભ માં જ્યોતિલિંગ છે.
તેની જાણ થતાં આક્રમણ કર્યું પરંતુ તેની કુંવરી હુરલ મીનળદેવી સાથે મળી ગયેલ અને તેને મીનળદેવીને તેના પિતાશ્રી ના મનસૂબા ની જાણ કરી દીધી હતી ,
આજ સમયે મીનળદેવીને સ્વપ્નમાં આવ્યું અને તે મુજબ મીનળદેવી શિવની પાલખી અને ઘેલો વાણિયો પાલખી લઈને ત્યાંથી ભાગી નીકળેલ , આમ દાદાની પાલખી દૂર દૂર નીકળી ગયેલ
ત્યારે સુલ્તાન ને ખબર પડી કે લિંગ તો સોમનાથ માં રહી નથી તેથી તેણે તેનું સૈન્ય પાલખી પાછળ દોડાવ્યુ જ્યાં જ્યાં ગામ આવે .
ત્યાં તે ગામના ક્ષત્રિયો અને બ્રાહ્મણ લિંગ બચાવવા સૈન્ય સાથે યુદ્ધે ચડ્યા આમ શિવજી ની પાલખી સોમનાથ આશરે અઢીસો કિલોમીટર દૂર જસદણ તાલુકાના કાળાસર અને મોઢુકા ગામની વચ્ચે આવેલ નદી કિનારા સુધી પહોંચી
જ્યાં શિવલિંગ ની સ્થાપના થઈ સાથોસાથ આ મંદિરની સામેં ડુંગર ઉપર મીનળદેવી એ સમાધિ લીધી
આ યુદ્ધ દરમિયાન ઘેલો વાણિયો મરાયો , તેથી આ મંદિર નું નામ ઘેલા સોમનાથ રાખવામાં આવ્યુ તેમજ નદીનું નામ ઘેલો નદી રાખવામાં આવ્યું.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.