દિયોદરના કોંગ્રેસના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા એ પક્ષ પલટું વૃત્તિને શરમજનક અને દેશ વિરોધી ગણાવી
(દિયોદરથી બળદેવ બારોટનો રિપોર્ટ )
સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે. ત્યારે સાત તબબકાઓમાં ભારતભરમાં મતદાન યોજાશે. અને ગુજરાતમાં 23મી એપ્રિલના રોજ મતદાન યોજવાનું છે. ત્યારે ગુજરાતમાં ભાજપ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને તોડી વિવિધ પ્રલોભનો થકી ભાજપ નું જોઇનિંગ કરાવીને સીધા મંત્રી પદ અપાઈ રહ્યા છે. ત્યારે આજે દિયોદરના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાની ટૂંકી મુલાકાત આજે કરતા તેઓએ આજકા તહલકા પોર્ટલને જણાવ્યું હતું કે, લોકોએ વિશ્વાસ મૂકીને ભાજપ કે, કોંગ્રેસના ઉમેદવારોને વિજેતા કરેલ હોય છે. તે માટે તેને બીજા પક્ષમાં જોડાતા પહેલા મતદારોનો ખ્યાલ રાખવો જોઈએ, અને તેમુજબ વર્તવું જોઈએ. પણ અત્યારે ભાજપ જોડતોડની રાજનીતિ કરીને કોંગ્રેસના ધારાસભ્યોને શામ દામ અને દંડની ભૂમિકા સાથે જોડી રહ્યુ છે. તે સારી બાબત ન કહેવાય.
જ્યારે તમોને ભાજપ તરફથી કોઈ ઓફર થઈ શકે કે કેમ ?તેના સવાલના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે, મને તોડવાની કે કોઈ પ્રકારનું પ્રલોભન આપવાની તેઓ હિંમત ન કરી શકે. મારા સ્વાભાવથી પરિચિત છે તે લોકો. અને હું શા માટે કોંગ્રેસ છોડું. મને ચાર વખત જિલ્લા પંચાયતનું મેન્ડેટ આપેલ. જેમાં હું વિજેતા થયેલો અને વિધાનસભા પણ ટીકીટ આપી. લોકોએ મને કોંગ્રેસના મેન્ડેડ ઉપર ચુંટી મોકલેલ છે. મારા થી પાર્ટી અને મતદારો એકેય નો હું વિશ્વાસઘાત ન કરી શકું.
જ્યારે લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠામાં વિજય ઉપર કેટલો વિશ્વાસ છે. તે અંગે તેઓએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા બેઠક તો અમે સો ટકા જીતસુ. પણ જે ભાજપ 26 સીટો જીતવાની વાતો કરે છે, એને 10 સીટો ઉપર વિજયી થવું ભારે પડશે. આમ બેબાક અને બેધડક દિયોદરના ધારાસભ્ય શીવાભાઈ ભુરિયાએ જણાવ્યું હતું. તેઓએ વઘુમાં ઉમેર્યું હતું કે, અમો 14 દિયોદર વિસ્તારમાં લોકોના જન પ્રતિનિધિ છીએ, તે માટે તેઓ નું સુખ એ અમારી મુખ્ય અગ્રતા છે.
Related Articles
2 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
Good wirk sir
Very good sir