BREAKING : બનાસકાંઠા : ઉમેદવારી પત્ર ભરતા સમયે ભાજપ-કોંગ્રેસના કાર્યકરો આમને-સામને, મોદી..... મોદી..... અને ચોકીદાર ચોર હૈ.....ના સુત્રો પોકાર્યા

Sep 10 08:17 2022

( બનાસકાંઠા કલેકટર કચેરીઍથી લાઈવ)
        બનાસકાંઠા લોકસભા બેઠકની ચૂંટણી માટેના ઉમેદવારીપત્ર ભરવાનો આજે ગુરુવારે અંતિમ દિવસ હતો. જેમાં ભાજપમાંથી પરબતભાઇ પટેલે જોડનાપરા પાસેના મેદાનમાં વિશાળ રેલી યોજી હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ તેઓ રેલી કાઢીને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. બીજી તરફ રતનપુર ખાતે કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઈ ભટોળએ પણ સભા યોજી હતી. અને તેઓ પણ તેમના ટેકેદારો સાથે ઉમેદવારી પત્ર ભરવા માટે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. વિજય મુહૂર્તમાં 12:39 કલાકે ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચેલા બન્ને ઉમેદવારોના સમર્થકો આમને -સામને આવી ગયા હતા. ત્યારે સમગ્ર મામલો ગરમ થઈ ગયો હતો.


આ સમયે ભાજપ ને રામરામ કરીને કોંગ્રેસમાં જોડાયેલા વસંત ભટોળ ને જોઈને ભાજપના સમર્થકોએ મોદી..... મોદી..... મોદી.....ના નારા લગાવ્યા હતા. બીજી તરફ કોંગ્રેસના કાર્યકરો પણ આક્રમક બન્યા હતા. અને તેમને વળતો પ્રહાર કરીને ચોકીદાર ચોર હે..... ચોકીદાર ચોર હે ........ના સુત્રો પોકાર્યા હતા. જેના પગલે કલેકટર કચેરીના  પ્રાંગણમાં ઉત્તેજના ભર્યો માહોલ સર્જાઈ ગયો હતો.

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.