આઇફોન નિર્માતા કંપની એપ્પલ ઈંક પોતાના 5G નેટવર્કવાળા આઇફોનને વર્ષ 2020 સુધી અટકાવી રાખવાનો પ્લાન બનાવી રહી છે. એટલે કે યૂજર્સને હવે આગામી વર્ષે એપ્પલના 5G નેટવર્ક વાળા આઇફોન નહી મળી શકે. આ યોજના સાથે જોડાયેલા લોકોએ આ અંગે જાણકારી આપી છે. એપ્પલ દ્વારા થનાર લેટનો લાભ પ્રતિદ્વંદી કંપની અને અન્ય કંપનીઓને મળી શકે છે. તે પોતાની સાથે વધુ ગ્રાહકોને જોડી શકે. આ કંપનીઓ 2019માં 5G નેટવર્કવાળા સ્માર્ટફોન લાવવાની તૈયારીમાં છે.
4G ભૂલી જાવ, TRAI સચિવે કહ્યું ક્યારે ભારતમાં શરૂ થશે 5G સર્વિસ
એપ્પલનું અનુમાન સાચુ નિકળ્યું હતું
ગત વખતની માફક 3G અને 4G નેટવર્કવાળા બે જનરેશનની મોબાઇલ ટેક્નોલોજીની માફક એપ્પલ આગામી પેઢી એટલે કે 5G નેટવર્કની શરૂઆતી તૈનાતીના એક વર્ષ બાદ સુધી રાહ જોશે. એપ્પલના 4G નેટવર્કના આગમન સમયનો અનુભવ ઘણી હદ સુધી યોગ્ય રહ્યો હતો. ત્યારે આ પ્રશ્ન ઉદભવ્યો હતો કે શું નવા નેટવર્ક અને પ્રતિદ્વંદી સ્માર્ટફોનના પ્રથમ વર્જન અસમાન કવરેજ એટલે કે નેટવર્ક જેવી સમસ્યાઓ સાથે આવશે? અને શું એવામાં ગ્રાહકોને તાત્કાલિક 5G અપનાવવા માટે મજબૂર કરવામાં આવશે. તેના આધારે એપ્પલની રાહ જોવાની યોજના કેટલીક હદે યોગ્ય સાબિત થઇ શકે છે.
એમ માનવામાં આવી રહ્યું છે કે એપ્પલના આ નિર્ણય પાછળ એક કારણ 5G યુક્ત ચિપ બનાવનાર કંપની ક્વાલકોમ ઇંકની સાથે વિવાદ પણ થઇ શકે છે. સમાચારો અનુસાર ઇંટેલ જેવી કંપની સાથે પાર્ટનરશિપ પણ કામ લાગશે નહી કારણ કે વર્ષ 2019માં 5G નેટવર્કવાળા ચિપને કદાચ ઉપલબ્ધ કરાવી ન શકે. એવામાં આ નિર્ણયથી પહેલાંથી જ સાચવીને પગલાં ભરી રહી છે. જ્યારે એપ્પલ પાસે આ અંગે ટિપ્પણી માંગી તો કંપનીએ તેનો કોઇ જવાબ આપ્યો નહી.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.