Whatsapp: હવે જાણી શકશો ફોટો અસલી છે કે નકલી More info click here

Sep 10 08:20 2022

            લોકસભા ચૂંટણી 2019થી પહેલા WhatsAppએ પોતાના પ્લેટફોર્મ પર ફેક ન્યૂઝ પર લગામ લગાવવા માટે તૈયારી શરૂ કરી દીધી છે. કંપની એક એવા ફીચરનું ટેસ્ટિંગ કર રહી છે, જેનાથી યૂઝર્સ પોતાના ચેટ બોક્સમાં મોકલાયેલા કે પછી રિસીવ કરાયેલા ફોટોને વેબ પર સર્ચ કરી તેની પ્રામાણિકતા જાણી શકાશે. એટલે કે યૂઝર્સ ચેક કરી શકશે એ તસવીર સાથે સંલગ્ન કોઈ સમાચાર કે જાણકારી સાચી છે કે ખોટી.
            WaBetalnfoની રિપોર્ટ મુજબ આ ફીચર લોન્ચ થયા બાદ યૂઝર્સને ચેટ વિંન્ડોમાં ‘સર્ચ ઈમેજ’નું એક અલગ ટેગ નજર આવશે. આ ઓપ્શન દ્વારા યૂઝર્સ ફોટોનો સોર્સ જાણી શકશે. આ ફીચરમાં યૂઝર્સ જેવી તસવીરની ઓથોરિટી જાણવા માટે સર્ચ ઈમેજ ઓપ્શન પર ક્લિક કરશે, વોટ્સએપ તાત્કાલિક તેને રિઝલ્ટ દર્શાવવા માટે ગૂગલ બ્રાઉઝર ઓપન કરી દેશે, જ્યાં આ તસવીર અપલોડ કરવામાં આવશે.


            તેના દ્વારા યૂઝર્સ સરળતાથી જાણી શકશે કે તસવીર સાથે જોડાયેલી જાણકારી સાચી છે કે ખોટી. સર્ચ ઈમેજ ઓપ્શન પર ક્લિક કરતા જ વોટ્સએપ યૂઝર્સને અલર્ટ કરશે કે તમારી આ તસવીર હવે ગૂગલ પર અપલોડ થવા જઈ રહ્યો છે. હાલ આ ફીચર ટેસ્ટિંગ મોડમાં છે અને એ વાતની કોઈ જાણકારી નથી કે તેને યૂઝર્સ માટે ક્યાં સુધીમાં રિલીઝ કરવામાં આવશે.

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.