MWC બાર્સિલોનાએ (મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ)એ મોબાઈલ ટેકનોલોજીની દુનિયા માટે પોતાના દ્વાર ખોલ્યા છે. કેટલાક લોકોને શંકા છે કે આ વર્ષના એડિશન દરમિયાન 5G જ સૌથી ચર્ચિત વિષય હશે. કેટલીક નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચર કંપનીઓ જેમ કે Huawei (હુવાઈ) અને Ericsson (એરિક્શન) 5G સાથે શું કરી શકશે તે દર્શાવશે. કેટલાક હેન્ડસેટ ઉત્પાદકો પણ 5G માટે તત્પરતા દર્શાવવા માટે કમર કસી રહ્યા છે.
સાઉથ કોરિયાની કંપની સેમસંગે ગયા અઠવાડિયે Galaxy s10 5G ફોન અમેરિકામાં લૉન્ચ કર્યો હતો. MWC બાર્સિલોનામાં ચાર દિવસની ઈવેન્ટ દરમિયાન એક લાખથી વધુ મુલાકાતીઓનું ધ્યાન ખેંચવા માટે Oppoએ પણ શનિવારે 5G ફોન લૉન્ચ કર્યો. આ કંપનીએ Huawei (હુવાઈ)ના ફોલ્ડેબલ સ્માર્ટફોનની સાથે-સાથે LG સહિતની કંપનીઓ સામે પણ પ્રતિસ્પર્ધાનો સામનો કરવો પડશે.
5Gને લઈને લોકોમાં જે ઉત્સાહ છે તે ઓછો થાય તેવી શક્યતા નથી કારણ કે આ ટેકનોલોજીમાં હાઈ-બેંડવિડ્થની સાથે સાથે બીજા લોકો સાથે વાતચીત કરવા, ગેમ કરવા અને વીડિયો જોવાની રીતમાં ફેરફાર કરવાનો દાવો કરાયો છે.
એન્ટરપ્રાઈઝ સોફ્ટવેર કંપની VMwareના CEO પાટ જેલસિંગરે જણાવ્યું કે, ‘ગત વર્ષના શો અને આ વર્ષના શોમાં એટલો ફરક છે કે આ વર્ષે 5G હવે વાસ્તવિકતા છે. 5G મોબાઈલ ઓપરેટર્સ અને કોમ્યુનિકેશન સર્વિસ પ્રોવાઈડર્સ (CSPs)ને એક અનોખી તક સાથે રજૂ કરે છે જે એક પેઢીમાં માત્ર એક જ વાર આવે છે’.
5G લોકો માટે ગેમિંગનો અનુભવ કેવી રીતે બદલી શકે તે આ શોનું વધુ એક આકર્ષણ હોવાની શક્યતા છે. કાઉન્ટરપોઈન્ટ રીસર્ચના અસોસિએટ ડાયરેક્ટર તરુણ પાઠકે જણાવ્યું કે, ‘આપણે હજુ 5Gના પ્રારંભિક તબક્કામાં છીએ, પરંતુ આ પ્રકારના ડિવાઈસ આમ સારા છે કારણ કે ભવિષ્યમાં લોકો તેને ખરીદી શકશે’.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.