સેલેરી મેળવનારા લોકો માટે ગુડ ન્યુઝ છે. મેનેજમેન્ટ કન્સલ્ટિંગ ફર્મ કોર્ન ફેરીના અંદાજ મુજબ આ વર્ષે ઈન્ડિયામાં પગારદારોની સેલેરી 10 ટકા વધી શકે છે. 2018માં આ પગારવધારો 9 ટકા જેટલો હતો. મોંઘવારી આધારિત પગાર 4.7 ટકાથી વધી 5 ટકા થઈ શકે છે.
એશિયામાં સેલેરી ગયા વર્ષે 5.4 ટકા જેટલી વધી હતી જે આ વર્ષે 5.6 ટકા જેટલી થવાની શક્યતા છે. ભારતમાં આર્થિક વિકાસ ઝડપી હોવાને કારણે અહીં પગારમાં પણ બીજા દેશોની સરખામણીએ સારો એવો વધારો થાય છે.
કોર્ન ફેરી ઈન્ડિયાના ચેરમેન અને રિજનલ મેનેજિંગ ડિરેક્ટર નવનીત સિંહે જણાવ્યું, “પગારનો ઘણો મદાર ફૂગાવા પર રહેલો હોય છે. અમારી સલાહ છે કે કંપની દૂરનું વિચારી તેમની બિઝનેસ સ્ટ્રેટજી નક્કી કરે. ઓટોમેશન અને નવી ટેક્નોલોજીનો વપરાશ વધતા સ્કિલ્ડ વર્કર્સની માંગમાં ધારો થયો છે. કંપનીઓએ વળતર અંગે પણ સમયાંતરે ફેરવિચાર કરવો જોઈએ અને બિઝનેસ માર્કેટ જે પ્રમાણે બદલાય છે તે મુજબ પગાર ભથ્થા નક્કી કરવા જોઈએ.
મિડલ ઈસ્ટમાં પગાર 3.6 ટકા વધવાની શક્યતા છે. પેસિફિક વિસ્તારમાં 2.5 ટકા પગાર વધવાની શક્યતા છે. પૂર્વ યુરોપમાં 6.6 ટકા અને યુ.કેમાં 2.5 ટકા પગાર વધી શકે છે. ફ્રાન્સ અને જર્મનીમાં 0.5 ટકા અને 1 ટકા જટલો પગાર વધારો થઈ શકે છે. સૌથી વધુ પગાર આફ્રિકામાં અને ઈજિપ્તમાં વધવાની શક્યતા છે જે અનુક્રમે 7.7 ટકા અને 15 ટકા જેટલો છે. લેટિન અમેરિકામાં 4.6 ટકા અને નોર્થ અમેરિકામાં 2.8 ટકા પગાર વધી શકે છે. અમેરિકામાં સરેરાશ 3 ટકા પગારવધારો થવાની શક્યતા છે.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.