રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ નેત્રહીન લોકો માટે RBIની અનોખી પહેલ

Sep 11 11:57 2022

           રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ નેત્રહીન લોકોને નોટ ઓળખવામાં મદદ મળે એ માટે એક મોબાઇલ એપ લાવવાનો પ્રસ્તાવ મુક્યો છે હાલમાં દેશમાં 10, 20, 50, 100, 200, 500 અને 2000 રૂ.ની નોટ ચલણમાં છે. આ સિવાય સરકાર 1 રૂપિયાની નોટ પણ માર્કેટમાં મુકે છે. નેત્રહીન લોકો આ નોટોને ઓળખી શકે એ માટે વપરાતી ઇંટાગ્લિયો પ્રિન્ટિંગ (ઉપસેલા અક્ષરથી પ્રિન્ટિંગ)ની સુવિધા મોટી નોટો પર જ છે. 
         રિઝર્વ બેંકની ડિમાન્ડ છે કે આ એપ બે સેકંડમાં નોટની ઓળખ કરવા માટે સક્ષમ હોવી જોઈએ અને આ કામ ઇન્ટરનેટ વગર પણ કરી શકતી હોવી જોઈએ. આ સિવાય એપ બહુભાષી તેમજ અવાજ સાથે નોટિફિકેશન આપતી હોવી જોઈએ. દેશમાં હાલમાં ઓછામાં ઓછા 80 લાખ લોકો એવા છે જે ઓછું જોઈ શકે છે અથવા તો નેત્રહીન છે. આ તમામ લોકોને RBIના આ પગલાથી ફાયદો થશે. 

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.