દેશની સૌથી મોટી બેંક એસબીઆઇ (SBI) એ સોમવારે લોનના મામલે મોટી જાહેરાત કરી છે. બેંકની નવી જાહેરાત બાદ હોમ લોન અને કાર લોને બંને 1 ઓક્ટોબરથી સસ્તી થઇ જશે. જોકે એસબીઆઇ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે એમએસએમઇ, હાઉસિંગ અને રિટેલ લોન માટે રેપો રેટ (Repo Rate) ને એક્સટર્નલ બેંચમાર્ક તરીકે અપનાવશે. બેંકે આ નિર્ણય ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)ના 4 સપ્ટેમ્બર 2019ના નોટિફિકેશન બાદ આપ્યું છે. આ પ્રકારે બેંકનો આ નિર્ણય 1 ઓક્ટોબર 2019થી લાગૂ થવાનો છે.
નાની અને મધ્યમ ક્ષેત્રની કંપનીઓને થશે ફાયદો
એસબીઆઇએ આ નવી સ્ટ્રેટજી MSME સેક્ટરને વધુ લોન આપવાના હેતુંથી અપનાવી છે. આ પહેલાં એસબીઆઇએ 1 જુલાઇ 2019ને ફ્લોટિંગ રેટ પર હોમ લોન આપવાની ઓફર કરી હતી. 1 ઓક્ટોબર 2019થી લાગૂ થનાર પોલિસીમાં તાજેતરની રેગ્યુલેટરી ગાઇડલાઇન અનુસાર થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. બેંકની આ પહેલથી નાના અને મધ્યમ ક્ષેત્રની કંપનીઓને મોટો ફાયદો મળશે.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.