(સૌજન્ય zee24કલાક)
લોકસભાની ચૂંટણીને લઇને રવિવારે આવેલા એક્ઝિટ પોલના પરિણામો બાદ ફરીથી મજબૂત સરકાર બનવાની સંભાવનાથી ખુશ શેરબજારમાં જોરદારો ઉછાળો જોવા મળ્યો છે. બીએસઇના 30 શેરોવાળા મુખ્ય ઇંડેક્સ સેન્સેક્સ બપોરે 12.29 વાગે 1,112.64 પોઇન્ટના ઉછાળા સાથે 39,043.41 ના સ્તર પર પહોંચી ગયો છે. તો બીજી તરફ બીએસઇના 50 શેરોવાળા મુખ્ય ઇંડેક્સ નિફ્ટી 324.95 પોઇન્ટ (2.88%)ની તેજી સાથે 11,732.10 પર બિઝનેસ કરી રહ્યો હતો.
એક્સપર્ટનું કહેવું છે કે નિફ્ટીમાં આ માર્ચ 2016 પછી સૌથી મોટી તેજી છે. નિફ્ટી ઇંટ્રા-ડે (દિવસભરના કારોબારમાં)લગભગ 3 વર્ષની તેજી જોવા મળી રહી છે. આગામી થોડા દિવસોમાં શેરબજારમાં 2 થી 3 ટકાની તેજી આવવાની આશા છે. રોકાણકારો શેરબજારમાં પોતાના પૈસા વધારી શકે છે.
માર્કેટ એક્સપર્ટનું કહેવું છે કે એક્ઝિટ પોલના આંકડા મોદી સરકાર ફરીથી સત્તામાં પરત ફરવાની આશા સાથે બજારમાં તેજી જોવા મળી રહી છે. ચૂંટણીના પરિણામો જો એક્ઝિટ પોલની માફ આવશે તો નિફ્ટીમાં 12000 સુધીના સ્તર પર જશે.
રોકાણકારોને થયો 3.82 લાખ કરોડ રૂપિયાનો ફાયદો
મોટાભાગના એક્ઝિટ પોલમાં એનડીએની જીતનું અનુમાન લગાવવામાં આવ્યું છે. બજાર ખુલવાની થોડી મિનિટોમાં જ BSE લિસ્ટેડ કંપનીઓના શેરની વેલ્યૂએશન 1,46,58,709.68 કરોડ રૂપિયાથી વધીને 1,50,41,099.85 કરોડ રૂપિયા થઇ ગઇ છે. આ મુજબ રોકાણકારોને થોડી મિનિટોમાં જ 3.82 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે.
દિગ્ગજ શેરો સાથે આજે મિડ અને સ્મોલકેપ શેરોમાં પણ તેજી જોવા મળી રહી છે. બીએસઇના મિડકેપ ઇંડેક્સ 2.33 ટકાની બઢત સાથે 14,641.31 ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો બીજી તર સ્મોલકેપ ઇંડેક્સ 2.01 ટકાની બઢત સાથે 14,165.86 ના સ્તર પર બિઝનેસ કરી રહ્યો છે. ઓઇલ અને ગેસ શેરોમાં પણ બઢત જોવા મળી રહી છે. બીએસઇના ઓઇલ એન્ડ ગેસ ઇંડેક્સ 2.92 ટકાના વધારા સાથે બિઝનેસ કરી રહ્યો છે.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.