કેમ પેપ્સિકો જેવી દિગ્ગજ કંપની ગુજરાતના ખેડુતો સામે નમી ગઈ જાણૉ પુરી મહિતિ

Sep 10 08:18 2022

એકતરફ ગુજરાતના 9 ખેડૂતો અને તેની સામે અબજોનો વેપાર કરતી મલ્ટિબિલિયોનર અમેરિકન કંપની પેપ્સિકો. બટેટાને લઇને બંને વચ્ચે શરુ થયેલી કાયદાકીય લડાઈમાં અચાનક કંપની નરમ પડી ગઈ અને ખેડૂતો સાથે કોર્ટ બહાર સમાધાન કરવા તૈયાર થઈ ગઈ. હવે સવાલ એ થાય છે કે આખરે આટલી મોટી કંપની કેમ અચાકન પાછીપાની કરવા મજબૂર બની? હકીકતમાં પેપ્સિકો લેઝ નામથી બટેટાની વેફર બનાવે છે. આ વેફર માટે ખાસ પ્રકારના બટેટા ઉગાડવામાં આવે છે. ત્યારે ગુજરાતના ખેડૂતોએ આ બટેટા કંપનીની મંજૂરી વગર ઉગાડ્યા હોવાથી તેની વિરુદ્ધ પેપિસ્કો ઇન્ડિયા દ્વારા કાયદાકીય પગલા ભરવામાં આવ્યા હતા.
જોકે આ પગલા ભર્યા બાદ દેશભરમાં સોશિયલ મીડિયામાં જન્મેલા રીએક્શનને જોતા પેપ્સિકોના અમેરિકન હેડક્વાર્ટરમાં પણ હલચલ મચી ગઈ અને તેણે પોતાની ભારતની હેડ ઓફિસને આ મામલે સમાધાન માટે જણાવી દીધું. પેપ્સિકોની હેડ ઓફિસે પોતાની એશિયા પેસિફિક ઓફિસના આ પગલા અંગે ચિંતા વ્યક્ત કરી છે. કંપનીના બે સીનિયર એક્ઝેક્યુટિવે કહ્યું કે, ‘હેડક્વાર્ટરે પેપ્સિકો ઇન્ડિયાને આ મુદ્દે જેટલું શક્ય બને તેટલું જલ્દી સમાધાન કરવા કહ્યું છે. કંપની કાયદાકીય પ્રોસિઝર અને તેના કારણે થઈ રહેલી કંપનીની નીંદા અને નેગેટિવ પ્રચારને લઈને ચિંતિત દેખાઈ હતી.’

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.