ઇ-વોલેટનો વપરાશ કરતા ગ્રાહકો માટે એક સારા સમાચાર છે,ઇ-વોલેટનો વપરાશ કરતા ગ્રાહકો માટે એક સારા સમાચાર છે
ઇ-વોલેટનો વપરાશ કરતા ગ્રાહકો માટે એક સારા સમાચાર છે. હવે રિઝર્વ બેંકે નક્કી કર્યું છે કે ઇ-વોલેટથી અનધિકૃત લેવડદેવડ થાય તો એમાં ગ્રાહકની કેટલી જવાબદારી હશે. રિઝર્વ બેંક તરફથી જાહેર કરાયેલા નિયમો પ્રમાણે જો ઇ-વોલેટ કે પ્રી પેઇડ ઇન્સ્ટૂમેન્ટ આપતી કંપનીની બેદરકારીના કારણે કોઈ છેતરપિંડી થશે તો એ માટે ગ્રાહક જવાબદાર નહીં હોય.
આ રીતે જો કોઈ થર્ડ પાર્ટી એજન્સીની ભુલથી ગ્રાહકના વોલેટથી ફ્રોડ થાય છે તો એ સ્થિતિમાં ગ્રાહકને ભરપાઈ કરી દેવામાં આવશે. જોકે આના માટે ગ્રાહકે માહિતી મળે એના ત્રણ વર્કિગદિવસની અંદર ઇ-વોલેટ કંપનીમાં ફરિયાદ નોંધાવવી પડશે. જો ગ્રાહક 4-7 દિવસની અંદર ફરિયાદ કરે તો નુકસાનની અસલી રકમ અથવા મહત્તમ 10,000 રૂપિયામાંથી જે રકમ ઓછી હશે એ જ મળશે. જો ગ્રાહક 7 દિવસ પછી ફરિયાદ કરે તો આવા મામલે ઇ-વોલેટ કંપનીની જે પોલીસી હશે એ પ્રમાણે હિસાબ ભરપાઈ કરવામાં આવશે.
આ સાથે રિઝર્વ બેંકના નિર્દેશ પ્રમાણે ઇ-વોલેટ કંપનીઓ પોતાની ફરિયાદ રજિસ્ટર કરાવવા માટે 24X7 હેલ્પલાઇન બનાવવી પડશે. ઇ-વોલેટ કંપનીઓ માટે પણ ફરિયાદ મળતા જ પુષ્ટિ કરવાનું અનિવાર્ય હશે. આ માટે ઓટોમેટિક રિપ્લાય જેવી સિસ્ટમ બનાવવી પડશે.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.