આયાતી ખાદ્યતેલોના ભાવ ઝડપથી ઉંચકાયા: ડોલર ઉછળતાં ઈમ્પોર્ટ કોસ્ટમાં પણ જોવા મળેલી વૃધ્ધિ
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે પામતેલની આગેવાની હેઠળ વિવિધ આયાતી ખાદ્યતેલોના ભાવ ઉંચા બોલાતા થયા હતા જ્યારે સિંગતેલમાં ભાવ વધતા અટકી વધ્યા મથાળે ઉછાળો પચાવાઈ રહ્યાનું જાણકારોએ જણાવ્યું હતું. પામતેલના ભાવ હાજર બજારમાં આજે ૧૦ કિલોના હવાલા રિસેલના વધી રૂ.૫૯૫ તથા જેએનપીટીના વધી રૂ.૫૯૩ બોલાયા હતા. રૂ.૫૯૦.૫૦માં આજે આશરે ૫૦૦ ટનના વેપાર થયા હતા. ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૪૮૩ વાળા રૂ.૪૮૮ હતા. સીપીઓ વાયદાના ભાવ રૂ.૪૮૯.૫૦ રહ્યા પછી ૪૯૮.૫૦ થઈ સાંજે રૂ.૪૯૫ હતા. સોયાતેલ વાયદાના ભાવ ૭૩૫.૫૦ રહ્યા પછી ઉછળી રૂ.૭૪૦.૫૦ થઈ સાંજે ભાવ રૂ.૭૩૯ રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં મલેશિયામાં પામતેલનો વાયદો ઉછળી છેલ્લે ૬૨, ૪૩, ૪૪ તથા ૪૧ પોઈન્ટ પ્લસમાં બંધ હતાત્જ્યારે ત્યાં પામ પ્રોડકટના ભાવ પાંચથી સાડા સાત ડોલર ઉછળ્યા હતા. સનફલાવરના ભાવ કાચા તેલના સીઆઈએફ ધોરણે વિવિધ ડિલીવરીઓના ૬૮૨.૫૦થી ૬૮૭.૫૦ ડોલર હતા. આઈટીએસના જણાવ્યા મુજબ મલેશિયાથી પામતેલની કુલ નિકાસ ચાલુ મહિનાના પ્રથમ ૧૦ દિવસમાં આશરે ૩.૫૫થી ૩.૬૦ ટકા ધટી ૩૦૮૨૦૭ ટન થઈ છે જે પાછલા મહિને આ ગાળામાં ૩૧૯૫૯૨ ટન થઈ હતી. ઘરઆંગણે મગફળીની આવકો ગોંડલ બાજુ આશરે ૧૦ હજાર ગુણી તથા રાજકોટ બાજુ આશરે ૨૨ હજાર ગુણી નોંધાઈ હતી તથા મથકોએ મગફળીના હાજર ભાવ ૨૦ કિલોના જાતવાર રૂ.૭૭૦થી ૮૦૦ તથા ઉંચામાં રૂ.૯૦૦થી ૯૩૦ બોલાયા હતા. એએસએ મલેશિયાના જણાવ્યા મુજબ મલેશિયાથી પામતેલની નિકાસમાં આશરે અઢી ટકાનો ઘટાડો થયો છે. નવેમ્બરમાં ક્રૂડ પામ ઓઈલ સીપીઓનું ઉત્પાદન આશરે ૬ ટકા ઘટયું છે. જ્યારે સીપીઓનો સ્ટોક આશરે ૧૧ ટકા વધ્યો છે. પામતેલનો સ્ટોક પણ ૧૦.૪૫ ટકા ત્યાં વધ્યો છે. નવેમ્બરમાં નિકાસ આશરે ૧૩ ટકા ઘટી છે. દરમિયાન, જેએનપીટી રેડી સનફલાવર તેલના ભાવ રૂ.૭૧૫, નવેમ્બર શિપમેન્ટના રૂ.૭૧૦ તથા ડિસેમ્બર શિપમેન્ટના રૂ.૭૦૫ હતા. જેએનપીટી સોયાતેલ ડિગમના ભાવ નવેમ્બર શિપમેન્ટના રૂ.૭૧૦ રહ્યા હતા.
મુંબઈમાં આજે સોયાતેલના ભાવ હાજરમાં ૧૦ કિલોના ડિગમના રૂ.૭૦૫ તથા રિફા.ના રૂ.૭૨૫ હતા જયારે સનફલાવરના ભાવ રૂ.૭૧૦ તથા રિફા.ના ભાવ રૂ.૭૭૫ રહ્યા હતા. મસ્ટર્ડના ભાવ રૂ.૮૨૦ તથા કોપરેલના ૧૦ કિલોના રૂ.૧૩૦૦ બોલાઈ રહ્યા હતા.
સિંગતેલના ભાવ હાજર બજારમાં આજે ૧૦ કિલોના રૂ.૯૮૫ રહ્યા હતા. જ્યારે રાજકોટ બાજુ ભાવ રૂ.૯૭૫ તથા ૧૫ કિલોના રૂ.૧૫૪૦ હતા. મધ્ય-પ્રદેશ બાજુ સોયાબીનની આવકો આશરે ૩ લાખ ગુણી આવી હતી તથા મથકોએ સોયાબીનના ભાવ રૂ.૩૨૨૫થી ૩૩૨૫ તથા પ્લાન્ટના રૂ.૩૩૪૦થી ૩૪૦૦ રહ્યા હતા જયારે ત્યાં સોયાતેલના ભાવ રૂ.૭૦૦થી ૭૦૫ તથા રિફા.ના રૂ.૭૪૦થી ૭૪૨ રહ્યાના સમાચાર હતા.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.