નાણાંકીય સ્થિરતા સંબંધે રિઝર્વ બેન્કના સંદેશને ભારત સરકારે ધ્યાનમાં લેવો જ જોઇએ : IMF
રાજકીય સ્વાર્થ ખાતર રાજકારણીઓ કેન્દ્રીય બેન્કોનો ઉપયોગ ટાળવો જોઈએ
નાણાંકીય સ્થિરતા સંબંધે રિઝર્વ બેન્કના સંદેશને ભારત સરકારે ધ્યાનમાં લેવો જરૂરી છે, એમ ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડ (આઈએમએફ)ના ચીફ ઈકોનોમિસ્ટ મૌરિસ ઓબ્સ્ટફેલ્ડે જણાવ્યું હતું. રિઝર્વ બેન્ક અને નાણાં મંત્રાલય વચ્ચે વાદવિવાદના અહેવાલને પગલે તેમનું આ નિવેદન આવી પડયું છે.
રાજકીય સ્વાર્થ ખાતર રાજકારણીઓ કેન્દ્રીય બેન્કો સાથે રમત રમે તેવું આઈએમએફ ઈચ્છતું નથી એમ કેટલાક પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું.
નાણાંકીય સ્થિરતાની જવાબદારી રિઝર્વ બેન્કની હોય તો સારુ કે કોઈ સ્વતંત્ર નિયામકની હોવી જોઈએ તેના પર ચર્ચા ચાલી રહી છે. મારું માનવું છે કે રિઝર્વ બેન્કે આ સંદર્ભે અને પેમેન્ટ સિસ્ટમ બાબતે થોડીઘણી ચિંતા કરવી જોઈએ, એમ ભારતમાં રિઝર્વ બેન્ક અને સરકાર વચ્ચેના તાજેતરના વિવાદ સંદર્ભે પુછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા તેમણે જણાવ્યું હતું.
અર્થતંત્રની લાંબા ગાળાની સ્થિરતા માટે યોગ્ય નાણાં નીતિ લાગુ થઈ શકે તેવું શ્રેષ્ઠ સંસ્થાકીય માળખું તૈયાર કરવા પર આપણે વિચારવું જોઈએ અને નીતિ રાજકીય સ્વાર્થ સાધવા તરફી ન હોવી જોઈએ.
કેવી રીતે આગળ વધવુ જોઈએ તે મુદ્દે રિઝર્વ બેન્ક અને ભારત સરકારે વચ્ચે સમાધાન થઈ ગયું હોવાનું મને લાગે છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. નાણાંકીય સ્થિરતા મહત્વની છે એવો રિઝર્વ બેન્કનો સંદેશ સાચો છે, અને આ સંદેશને ધ્યાનમાં લેવાનું સરકાર માટે જરૂરી છે.
ભારત, અમેરિકા, તુર્કી તથા આર્જેન્ટિના જેવા દેશોમાં કેન્દ્રીય બેન્કોની સત્તા પર કાપ મૂકવાના થઈ રહેલા પ્રયાસો અંગે પૂછવામાં આવતા ઓબ્સ્ટફેલ્ડે જણાવ્યું હતું કે નાણાંકીય નિયામક તરીકે કેન્દ્રીય બેન્કની ભૂમિકા મહત્વની છે.
નાણાંકીય સ્થિરતા માટેની નીતિમાં આ બેન્કો પાયાભૂત રીતે સંકળાયેલી રહે છે. વિશ્વભરમાં કેન્દ્રીય બેન્કો દ્વારા લેવાયેલા નિર્ણયોથી અર્થતંત્ર સ્થિર બન્યા હોવાનું જોવા મળ્યું છે. તેમની કામગીરીને કારણે જ ઉત્પાદન અને રોજગારમાં મોટી ખોટ જોવા મળતી નથી.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.