મુંબઈ: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામની ચિંતા સાથે સોમવારે વૈશ્વિક રાહે BSE સેન્સેક્સમાં 714 પોઈન્ટ્સ (2 ટકા)નું જંગી ગાબડું પડ્યું હતું. ક્રૂડના ભાવમાં વધારાથી શેરબજારના સેન્ટિમેન્ટ પર પ્રતિકૂળ અસર જોવા મળી હતી.
શુક્રવારે જાહેર થયેલા એક્ઝિટ પોલમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની પીછેહઠના સંકેતને કારણે બજારમાં અપેક્ષાનુસાર ગભરાટ ફેલાયો હતો. આ ઉપરાંત અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડવોર વધુ વકરવાની આશંકાએ બળતામાં ઘી હોમ્યું હતું. આજે વિશ્વના અન્ય બજારોમાં પણ નરમાઈ જોવા મળી હતી.
સોમવારે સવારથી જ ટેલીકોમ, રિયલ્ટી, એનર્જી, પાવર, બેન્ક, કેપિટલ ગૂડ્ઝ શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી. આજે તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં બંધ રહ્યા હતા.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.