દૂધાળ પશુને જે પ્રકારની ટેવ પાડવામાં આવે તે પ્રકારની ટેવ ટેવાયેલાં હોય છે. માટે દૈનિક દૂધ ઉત્પાદનમાં અવળી અસર ન થાય તે પ્રકારની ટેવો પાડવી અત્યંત જરૂરી છે. પશુની દેખરેખમાં વિવિધ કાર્યો પ્રત્યે પશુપાલકે ધ્યાન રાખવાનું હોય છે જેવા કે પશુને દાણ મૂકવું, ઘાસચારો નીરવો, ચરવા કે ફરવા લઈ જવાં, હાથીયો કરવો, બે વાર દોહન કરવું, કસરત, દિવસમાં ત્રણ કે ચાર વખત પાણી પાવું વગેરે. આ બધાં કાર્યો માટે ચોક્કસ સમય ફાળવવો અને આપણી અનુકૂળતા પ્રમાણે રોજ જે તે સમયે અવશ્ય નિયમિતપણે કાર્યો કરવાં જોઈએ. કોઈ કારણસર પશુપાલકને બહારગામ જવાનું થાય ત્યારે આ કાર્યો નિયત સમયે થાય તે માટેની સઘળી વ્યવસ્થા અગાઉથી ગોઠવીને જવું જોઈએ. નિયમિત રીતે આ કાર્યો કરવામાં આવે તો દૂધ ઉત્પાદનમાં વધારો થાય છે. પણ આ નિયત કાર્યક્રમાં અનિયમિતતાની માઠી અસર તરત જ દુધાળ પશુના દૂધ ઉત્પાદન ઉપર પડે છે. આથી ચુસ્તપણે નિયત કાર્યક્રમને વળગી રહીને તેનું સમયસર પાલન કરવું જોઈએ જે પશુપાલકની મૂળભૂત ફરજ છે.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.