ડીસા માર્કેટયાર્ડમાં રોજની ત્રણ હજાર બોરી ઉનાળુ બાજરીની આવક, પ્રતિ મણ રૂ. ૪૦૦ થી વધુ મળતા ખેડૂતો ખુશ

Sep 10 09:21 2022

           ડીસા તેમજ આસપાસના વિસ્તારમાં ઉનાળુ બાજરીનું વાવેતર થતાં ડીસા માર્કેટયાર્ડ માં ઉનાળુ બાજરીની આવક નોંધાવા પામી છે. ગત વર્ષ  કરતા આ વર્ષે  બાજરીનો સારો ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર પ્રસરી જવા પામી છે. હાલમાં પ્રતિ મણ બાજરીના રૂપિયા ૪૦૦ થી વધુનો ભાવ મળી રહ્યો છે.
                બટાટા નગરી તરીકે ખ્યાતિ પ્રાપ્ત ડીસા પંથકમાં શિયાળુ સિઝનમાં બટાકાના વાવેતર બાદ મોટાભાગના ખેડૂતો ઉનાળુ સિઝનમાં બાજરીનુ વાવેતર કરે છે. ત્યારે ડીસા તેમજ આસપાસના વિસ્તારમાં પિયત વ્યવસ્થાના કારણે ઉનાળુ બાજરીનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું. જેથી બાજરીની કાપણીની સીઝન શરૂ થતાં જ ડીસા માર્કેટયાર્ડમાં ઉનાળુ બાજરીની આવક શરૂ થવા પામી છે. હાલમાં બાજરીની પ્રતિ દિન ૨૫૦૦ થી ૩૦૦૦ જેટલી બોરી આવક નોંધાઈ રહી છે. જ્યારે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે બાજરીનો ભાવ સારો મળતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર પ્રસરી જવા પામી છે. હાલમાં ડીસા માર્કેટયાર્ડમાં પ્રતિ મણ (૨૦ કિલો) બાજરીનો ભાવ રૂપિયા ૪૦૦ થી વધુ મળી રહ્યા છે.
               આ અંગે ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી અમૃતભાઇ જોષીએ જણાવ્યું હતું કે, ઉનાળુ બાજરીની સીઝન શરૂ થતાં જ ડીસા માર્કેટયાર્ડમાં બાજરીની આવકમાં દિન-પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે. ખેડૂતોને ગત વર્ષ કરતાં  ચાલુ વર્ષે બાજરીનો પોષણક્ષમ ભાવ મળી રહ્યો છે તેમજ આગામી દિવસોમાં બાજરીની દૈનિક ૧૫ થી ૨૦ હજાર બોરી આવવાની શકયતાઓ છે.


ટેકાના ભાવ કરતા માર્કેટમાં વધુ ભાવ
             રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે ટેકાના ભાવે ખેત પેદાશોની ખરીદી કરવામાં આવે છે. ત્યારે ડીસા માર્કેટયાર્ડમાં સફળ સંચાલન અને જાહેર હરાજી દ્વારા બાજરીની ખરીદ-વેચાણ થતાં રાજ્ય સરકાર દ્વારા નિયત કરેલ બાજરીના ટેકાના ભાવ કરતા વધુ મળતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે.

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.