કપાસમાં આંતર પાક પધ્ધતિ (Mix Farming) દ્વારા વધુ કમાણી

Sep 12 12:56 2022

આંતર પાક પધ્ધતિ (mix farming) એટલે શું?


એકજ ખેતરમાં એકજ સમયે, એક થી વધારે પાકોને જુદી જુદી હારમાં જરૂરીયાત મુજબના અંતરે વ્યવસ્થિત આયોજન કરી પાકોનું વાવેતર કરવામાં આવે છે તેને આંતરપાક પધ્ધતિ (mix farming) તરીકે ઓળખવામાં આવે છે.

 

હાલનાં સમયમાં કે જેમાં ખેડૂત દીઠ જમીનનો એકમનાનો થઈ ગયેલ છે તેમજ સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોમાં કે જયાં ઘણો ઓછો અને વધુ અનિયતિ વરસાદ પડે છે ત્યારે આવા નાના એકમમાં એકજ પાક વાવવાથી ઘણી વખત સફળતાપૂર્વક ધારેલુ ઉત્પાદન તથા વળતર મળતાં નથી કારણકે જો લાંબા ગાળાનો એકજ પાક લીધેલ હોય અને પાછળના ભાગે વરસાદની ખેંચ અનુભવે તેમજ ટૂંકાગાળાનો પાક લીધો હોય અને પાછળથી વધારે વરસાદ પડે તો ધારેલું ઉત્પાદન મળતું નથી. આમ, આવા ભયસ્થાનોથી બચવા અને આકાશી ખેતીમાં સફળતા પૂર્વક એકસાથેલાંબા ગાળાનાં તેમજ ટુંકાગાળાનાં પાકોનું આંતર પાક પધ્ધતિ મુજબ વાવેતર કરવાથી પાક નિષ્ફળ જવાનો ભય નિવારી શકાય છે. આમ આંતર પાક પધ્ધતિ પણ સુધારેલી ખેતી પધ્ધતિ ધ્વારા સંશોધિત કરેલ સફળ પાક ઉત્પાદન માટેની વાવેતર ગોઠવણીની પધ્ધતિ છે.

 

આંતર પાક પધ્ધતિના ફાયદા


એકમ વિસ્તારમાંથી એક જ સમયમાં વધુ ઉત્પાદન લઈ શકાય છે.
વરસાદ આધારીત ખેતીમાં અછત સમયે પાકનિષ્ફળનું જોખમ ઘટાડી શકાય છે.જયારે પિયત ખેતીમાં પહોળાં અંતરે વાવેતર કરેલ પાકોમાં શરૂઆતની ધીમી વૃધ્ધિ દરમ્યાન ટુંકાગાળાના આંતરપાક લઈ જમીન, ખાતર, પાણી અને મજૂરોનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય છે.
બે કે વધુ પાકો ખેતરમાં જુદા જુદા વાવવા કરતાં સાથે હારમાં વવાતાં હોવાથી ખેતી ખર્ચમાં ઘટાડો થાય છે.
કઠોળ પાકોની આંતરપાકમાં સમાવેશ કરવાથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે.
આંતરપાક પધ્ધતિમાં છીછરા અને ઉંડા મુળ વાળા પાકોનું વાવેતર કરવાથી જમીનમાં જુદા જુદા સ્તરમાં રહેલ ફળદ્રુપતાનો લાભ પાકને મળી રહે છે.
વર્ષ દરમ્યાન ખેડૂત પોતાની જીવન જરૂરીયાત માટે સમતોલ આહાર, શાકભાજી, ફળફળાદી તેમજ પશુઓનો ઘાસચારો મેળવી શકે છે.
આંતરપાક પધ્ધતિમાં અમુક પાકો જમીન ઉપર પથરાતા હોવાથી ખેતર લાંબો સમય ઢંકાયેલું રહે છે જેથી પવન અને પાણી વડે થતું જમીનનું ધોવાણ અને ભેજ ઉડી જતો અટકાવી શકાય છે.
વરસો વરસ એક જ પાકનું વાવેતર કરવાથી રોગ, જીવાત અને નિંદણોના તેમજ જમીનની તંદુરસ્તીના પ્રશ્નો ઉદભવે છે જે આંતરપાક પધ્ધતિ અપનાવવાથી અમુક અંશે નિવારી શકાય છે.
આંતરપાક પધ્ધતિથી આખા વર્ષ દરમ્યાન જુદા જુદા સમયે જુદા જુદા પાકોના ઉત્પાદનમાંથી સમયાંતરે થોડી થોડી આવક મેળવી શકાય છે.
રોગ, જીવાત, નિંદામણ અને પ્રાણીઓ દ્વારા ઉત્પાદન માં થતો ઘટાડો ઓછો કરી શકાય છે.
આંતરપાક પધ્ધતિથી પાક ફેરબદલીના બધા જ ફાયદાઓ મેળવી શકાય છે.

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.