શાકભાજી પાકોમાં ઉત્પાદન અને ગુણવત્તા વધારવા માટેની ઉજળી તકો

Sep 10 08:17 2022

વૃધ્ધિ ઉત્તેજકોઃ
વૃધ્ધિ નિયંત્રકો કે જેને અંગ્રેજીમાં ગ્રોથ રેગ્યુલેટર્સ કહેવામાં આવે છે તે એક કાર્બોદિત પદાર્થ છે, જે ખૂબ જ અલ્પમાત્રામાં વનસ્પતિની દેહધાર્મિક તેમજ જીવરાસાયણિક ક્રિયાઓનું નિયમન કરી છોડની વૃધ્ધિ અને વિકાસમાં અગત્યનો ભાગ ભજવે છે. તેનો અલ્પમાત્રામાં છંટકાવ વનસ્પતિની દેહધાર્મિક અને જીવરાસાયણિક ક્રિયામાં વધારો/ઘટાડો/ફેરફાર કરવાને શકિતમાન છે. સામાન્ય રીતે વૃધ્ધિ નિયંત્રકો કુદરતી અને કૃત્રિમ બે પ્રકારના હોય છે.  આ વૃધ્ધિ નિયંત્રકો ઓછી માત્રામાં વનસ્પતિમાં પણ ઉત્પન્ન થાય છે અને કૃત્રિમ રીતે બનાવી, બહારથી છોડના વિકાસના ચોકકસ તબકકે, નિયત જથ્થામાં આપી ઈચ્છિત ફેરફાર કરી શકાય છે જેને વૃધ્ધિ નિયંત્રકો કહેવાય છે.જેના દવારા વૃધ્ધિ અને વિકાસ સાથે વધુ ઉત્પાદન મેળવી શકાય છે. આવા વિવિધ પદાથોને વિજ્ઞાનની ભાષામાં વૃધ્ધિ અંતઃસ્ત્રાવો, વૃધ્ધિ ઉત્તેજકો, વૃધ્ધિ નિયંત્રકો  અને વૃધ્ધિ પ્રતિરોધકો તરીકે ઓળખાય છે. આ વૃધ્ધિ અંતઃસ્ત્રાવો ને મુખ્ય બે વિભાગોમાં વહેચવામાં આવે છે.

વૃધ્ધિ પ્રતિરોધકોઃ
જે પદાર્થનું વનસ્પતિની વૃધ્ધિ તથા વનસ્પતિની જેવી કે ક્રિયાઓ અભિક્રિયા અને ચયાપચયની ક્રિયા અટકાવવા ઉપર પ્રભાવ પાડે તેવા પદાથોને વૃધ્ધિ પ્રતિરોધકો કહેવામા આવે છે. દા.ત. ર–૪–ડી, એમ.એચ.,ફોસ્ફીન ડી, ર–૪–પ–ટી, સાયકોસીલ વગેરે. સામાન્ય રીતે તેના રાસાયણિક બંધારણ અને નિયત કાર્યસૂચિને આધારે પાંચ વર્ગમાં વહેચવામાં આવેલ છે. 

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.