અમીરગઢ માં પ્રેમિકાની હત્યા કરનારો પ્રેમી ઝડપાયો બનાસકાંઠા જિલ્લામાં હત્યાના બનાવો સામાન્ય બનતા હોય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે. અમીરગઢમાં એક મહિલાની લાશ જાહેર રસ્તા ઉપર મળી આવી જે મામલે પોલીસને જાણ કરતા પોલીસે મહિલાની લાશનો કબજો મેળવી તેની તપાસ કરતાં મહિલાના શરીર પર ચાર થી પાંચ ચપ્પાના ઘા દેખાતા હતા. જે પ્રથમ દ્રષ્ટિએ હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસે તપાસ હાથધરી હતી. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો અમીરગઢમાં રહેતી ત્યકતા તરીકે પોતાનાં માતા-પિતા પાસે જીવન વ્યતીત કરતી ભગીબેન નાથબાવા અમીરગઢના નાગજી રબારી સાથે પ્રેમ સંબંધમાં હતી. નાગજી રબારી અને ભગીબેન એકબીજાને મળતા હતાં. થોડા દિવસ અગાઉ ભગીબેન નાગજી સાથે ગયા હતા. જે બાદ તેમની હત્યા કરેલી લાશ મળી હતી. આ સમગ્ર મામલે મૃતક મહિલાની નાની બહેનની ફરિયાદના આધારે આરોપી નાગજી દેસાઈ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી અમીરગઢ પોલીસે હત્યારા પ્રેમી નાગજી ને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.