છેલ્લા કેટલાક સમય થી સમગ્ર વિશ્વમાં માં કોરોના વાઇરસે માજા મૂકી હતી અને થોડા દિવસ થી માંડ માંડ હજુ કોરોના ના કેસેમાં થોડા અંશે ઘટાડો જોવા મળ્યો છે ત્યારે મ્યુકરમાયકોસિસ નામના રોગે ગુજરાત માં પગ પેસારો કર્યો છે અને સમગ્ર ગુજરાત માં દિવસે ને દિવસે આ મ્યુકર માઇકોસીસ નામના રોગના કેસેમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે બનાસકાંઠા માં પણ 50 થી વધુ કેસો સામે આવ્યા છે પરંતુ અત્યાર સુધી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં આ રોગ ની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં સંસાધનો ન હતા જેથી દર્દીઓની વધુ સારવાર માટે અમદાવાદ ની હોસ્પિટલો માં સારવાર માટે જવું પડતું હતું પરંતુ આજે પાલનપુર સિવિલ હોસ્પિટલ દ્વારા મ્યુકરમાઇકોસીસ નામના રોગ ના દર્દીઓને સહેલાઇથી ઈલાજ મળી તે હેતુથી બનાસડેરી ના ચેરમેન શંકરભાઇ ચૌધરી અને બનાસ મેડિકલ કોલેજ ના ચેરમેન પી. જે ચૌધરી ના યથાત પ્રયત્નો થી મેડઇન યુએસ થી ઓપરેશન માટે ના સંસાધનો મંગાવવામાં આવ્યા છે બનાસ મેડિકલ ની સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસીસના જે પણ કેસો નોંધાશે તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં વિના મૂલ્યે સારવાર કરવામાં આવશે.અને આજે ENT વિભાગ ના હેડ ડો.દેવેન્દ્ર ભાઈ જૈન,ડો.સાધના તેમજ ડો. ઝલક મોઢ ની ટિમ દ્વારા મ્યુકરમાયકોસિસ ના દર્દીનું એક સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યુંહતું.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.