દાંતીવાડા BSF કેમ્પસ ખાતે રાજ્યપાલે જવાનોની સાયકલ રેલીને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે હતા જ્યાં તેમને દાંતીવાડા BSF કેમ્પસ ખાતે દાંડીથી દિલ્હીના રાજઘાટ જઈ રહેલી સાયકલ રેલીનું ફ્લેગઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું ત્યાર બાદ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં યોજાયેલ પ્રાકૃતિક ખેતીના સેમિનારમાં પહોંચી ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું.. સીમા સુરક્ષાદળ દ્વારા સમગ્ર દેશમાં આઝાદીના 75 વર્ષ પુરા થવાની ખુશીમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઉજવણી કરવામાં આવી રહી છે ,જે અંતર્ગત આજે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દાંતીવાડાના બીએસએફ કેમ્પસ આવી પહોંચ્યા હતા જ્યાં રાજ્યપાલને ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરાયું હતું ત્યાર બાદ દાંડીથી દિલ્હીના રાજઘાટ જઈ રહેલી BSFના જવાનોની સાઇકલ રેલીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સાયકલ રેલીમાં જોડાયેલા બી.એસ.એફ.ના જવાનોને અભિનદન પાઠવતાં કહ્યું હતું કે, આ સાયકલ યાત્રાથી સમાજને નવી પ્રેરણા મળશે. જે લોકો પોતાનો ઈતિહાસ યાદ રાખે છે તેઓ જ ઈતિહાસ રચી શકે છે. દેશભરમાં આવી યાત્રાઓનું આયોજન કરી કુરીતિઓ સામે નવજાગરણ લાવીએ. બીએસએફ કેમ્પસમાં સાયકલ યાત્રાને પ્રસ્થાન કરાવ્યા બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સીધા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ચાલી રહેલા સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી અંગેની જાગૃતિના સેમિનારમાં પહોંચ્યા હતા જ્યાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિએ રાજ્યપાલને બળદગાડાની પ્રતિકૃતિ આપી સન્માનિત કર્યા હતા જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની મહત્વતા તેમજ તેની આધુનિક યુગમાં જરૂરિયાત કેટલી છે તે સમજાવી પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ ખેડૂતોને સમજાવ્યા હતા અને પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને વળવાનું આહવાન કર્યું હતું ત્યાર બાદ રાજ્યપાલે પ્રાકૃતિક ખેતી કરી પંચસ્તરીય મોડલ બનાવનાર ખેડૂતોને સન્માનિત કાર્ય હતા અને એમને પ્રેરકબળ પૂરું પાડ્યું હતું..
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.