HNGU સેમી 6 યુ.જી અને સેમી 4 પી. જી ની પરીક્ષા રદ કરવા પાલનપુર ના વિદ્યાર્થીઓ એ આપ્યું કલેકટર ને આવેદન પત્ર
છેલ્લા કેટલાક સમય થી સમગ્ર વિશ્વમાં કોરોનાનો કાળો કહેર વાર્તાયો છે અને લોકો હજારોની સંખ્યામાં મોત ને ભેટી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા કોરોના મહામારી ને કાબુમાં લેવા માટે સરકાર દ્વાર મિનિલોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને શાળા કોલેજો પણ બંધ કરી દેવામાં આવ્યા છે અને એક દિવસ અગાઉ ધોરણ12 ની પરીક્ષા પણ રદ કરવામાં આવી છે પરંતુ સરકાર દ્વારા HNGU સેમી 6 યુ.જી અને સેમી 4 પી. જી ની પરીક્ષા ઓનલાઇન લેવાનો નિર્ણય કર્યો છે.ત્યારે આજે પાલનપુર ના HNGU ના વિદ્યાર્થીઓ બનાસકાંઠા કલેકટર ને આવેદન પત્ર પાઠવ્યું હતું અને આવેદન પત્ર માં જણાવ્યું હતું.કે હાલ માં કોરોની મહામારી ની વિકટ પરિસ્થિતિ છે તેમજ મ્યુકરમાઇકોસીસ ,બ્લેક ફંગસ, વાઈટ ફંગસ જેવી બીમારીઓ માં સતત દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે.એવા સમય માં યુનિવર્સિટી એ ઓનલાઈન પરીક્ષા લેવાંની જાહેરાત કરી છે જો સરકાર આટલી બધી સંવેદનશીલ હોય તો માત્ર ધોરણ12 ના વિદ્યાર્થીઓ નુજ કેમ વિચાર્યું છે. એમના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે માટે સરકાર દ્વારા ધોરણ 12 ની પરીક્ષા રદ કરવામાં આવી છે તો શું આ સરકાર ને કોલેજના વિદ્યાર્થીઓ ના સ્વાસ્થ્ય ની ચિંતા નથી.એક પણ વિધાર્થી ને વેકસીનના ડોઝ આપ્યા વગર આ પરીક્ષાઓ લેવી તે કેટલા અંશે યોગ્ય છે.અને જો ધોરણ12 ના વિદ્યાર્થીઓને સ્કૂલ ની પરીક્ષા પરથી પાસ કરી દેવામાં આવે. તો પછી અમે પણ આગળ પરીક્ષા આપેલી છે એના આધારે અમને પણ પાસ કરી શકાય.અને આગળ ની પરીક્ષા ના આધારે પરિણામ આપી શકાય.તેથી સેમી 6 યુ.જી અને સેમી.4 પી. જી. ના વિદ્યાર્થીઓ ને માસ પ્રોમોસન આપવા વિનંતી.એવું વિદ્યાર્થીઓએ આવેદન પત્ર માં જણાવ્યું હતું.
Related Articles
1 Comments
-
Aug 17, 2023 05:05:01
Add a Comment
All fields are required.
This field is required
This field is required