બનાસકાંઠાના ડીસા શહેરના દક્ષિણ પોલીસ અને મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા ડીસા -પાલનપુર હાઈવે પર પ્રાઇમ હોટલના પાછળના વિસ્તારમાંથી ગેરકાયદેસર સંગ્રહ કરી વેચતા 10.77 લાખ રૂપિયાનો 10590 બાયોડિઝલ નો જપ્ત કરી વેચનાર સામે કાર્યવાહી હાથ ધરાઈ છે ... ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકના પી.આઇ. વાય.એમ. મિશ્રા સહિતની ટીમે ડીસા પાલનપુર હાઈવે પર પ્રાઇમ હોટલ પાછળના વિસ્તારમાં એક ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલ વેચાતું હોવાની માહિતીના આધારે ઓચિંતી રેડ કરી હતી. જ્યાં હિંમતલાલ સેવકરામ ઠક્કરના ગોડાઉનમાંથી ગેરકાયદેસર બાયોડીઝલ મળી આવ્યું હતું. પોલીસે તુરંત મામલતદાર ઓફિસે જાણ કરતા ડીસા શહેર મામલતદાર લાલજીભાઈ મકવાણા, સર્કલ ઓફિસર ડી.એચ. પાટડીયા,ક્લાર્ક કુંદનસિંહ ચાવડા સહિત ટીમે દોડી જઇ કુલ બાયોડીઝલ ભરેલા 54 મોટા બેરલ અને 17 કેરબા મળી 10590 લીટર બાયો ડીઝલ નો જથ્થો સિઝ કર્યો હતો. તેમજ બાયો ડીઝલ અને કાર સહિત કુલ જેની કિંમત રૂપિયા 10.77 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો છે. જ્યારે ગોડાઉન માલીક હિંમતલાલ સેવકરામ ઠક્કર સામે આવશ્યક ચીજવસ્તુ ધારા અને પેટ્રોલિયમ એક્ટ મુજબ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી..
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.