ચડોતર ખાતે માનવસેવા એજ પ્રભુ સેવા ગ્રુપ દ્વારા પ્રાથમિક શાળામાં હોસ્પિટલ ચાલુ કરાઈ....

Sep 12 03:40 2022

બનાસકાંઠાજિલ્લાના ચડોતર ગામમાં ગામનો કોઈ વ્યક્તિ સારવાર માટે વલખાં ન મારે તે માટે ગામના BHMS ડોકટર સહિત ગામના 15 યુવાનોએ ગામની પ્રાથમિક શાળામાં દવાખાનું શરૂ કર્યું છે જ્યાં દિવસે 180-200 દર્દીઓ સારવાર માટે આવે છે.અહીં અત્યાર સુધી 1530 જેટલા દર્દીઓની ઓપીડી નોંધાઇ છે અને ,50 જેટલા કોરોના લક્ષણના દર્દીઓને સાજા કરાયા છે.. કોરોના મહામારીને લઇ બનાસકાંઠા જિલ્લામાં મોટા પ્રમાણમાં લોકો બીમાર થઈ રહ્યા છે.ત્યારે બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના દવાખાનાઓ દર્દીઓથી ભરાઈ ગયા છે. ત્યારે સરહદી વિસ્તારોમાં તો દર્દીઓ સારવાર માટે વલખા મારી રહ્યા છે. જ્યાં તાવ , શરદી,ખાંસી સહિતના સામાન્ય રોગના દર્દીઓ પણ અત્યારે સારવાર માટે વલખા મારી રહ્યા છે ત્યારે પાલનપુર તાલુકાના ચડોતર ગામે ગામનું કે આસપાસના ગામનો કોઈ પણ વ્યક્તિ સારવાર માટે વલખાં ન મારે તેને લઇ ગામના જ એક BHMS ડોકટર વિકાસ ઠાકોર અને ગામના 15 યુવાનોએ સાથે મળી ગામની પ્રાથમિક શાળામાં દવાખાનું શરૂ કર્યું છે ,આ દવાખાનામાં ગામ સહિત આસપાસના 15 જેટલા ગામના બીમાર દર્દીઓની ઓછા ખર્ચે સારવાર કરાઈ રહી છે . આ યુવાનોએ ગ્રુપનું નામ માનવ સેવા એજ પ્રભુ સેવા રાખ્યું છે.ત્યારે આ યુવાનો સારવાર સહિત નજીવા દરે દવાઓ આપી રહ્યા છે મહત્વની વાતએ છે કે અહીં લોકોની સારવાર કરતા BHMS ડોકટર સિવાયના તમામ યુવાનો પહેલા ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતા હતા જોકે કોરોના સમયે ગામના લોકોનો સારવાર મળી રહી તેમજ ગામ સહિત આજુબાજુના લોકોને સારવાર મળે અને સેવા કરવાનો મોકો મળે તે માટે ગામની પ્રાથમિક શાળામાં દવાખાનું શરૂ કર્યું છે.અને ચડોતર ગામના ડો.વિકાસ સહિત ગામના 15 યુવાનોએ તારીખ 26 એપ્રિલ થી ગામમાં દવાખાનું શરૂ કર્યું હતું.જેમાં અત્યાર સુધી 1530 જેટલા દર્દીઓની સારવાર કરી છે.જેમાંથી 50 જેટલા દર્દીઓના સી આર પી વધુ આવતા કોરોનાના સંકમણમાં આવ્યા હતા.તેવા 50 લોકોને સાજા કર્યા છે.તો બીજી બાજુ અહીં સારવાર લેવા આવતા લોકો પણ આ યુવાનોના સેવધર્મથી ખુશી વ્યક્ત કરી રહ્યા છે..

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.