કંબોઈ ખાતે સ્વેચ્છાએ દુકાનો બંધ રાખવા વેપારીઓ દ્વારા લેવાયો નિર્ણય.... અહેવાલ : વિક્રમસિંહ સોલંકી

Sep 10 08:21 2022

સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોના મહામારી ચાલી રહી છે અને આ કોરોના મહામારી ના કારણે લોકોના મૃત્યુ દરમાં પણ દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે સરકાર શ્રી દ્વારા કોરોના મહામારી કાબુમાં લેવા માટે અથાત પ્રયત્નો કરવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વેપારીઓ દ્વારા સ્વયંભૂ નિર્ણય લેવામાં આવ્યો છે કે સવારે ૮ વાગ્યાથી લઈને બપોરે બે વાગ્યા સુધી દુકાનો ચાલુ રાખવી ત્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કંબોઈ ખાતે વેપારીઓની બેઠક મળી હતી. જેમાં વેપારી દ્વારા નિર્ણય લેવાયો હતો કે બપોરે બે વાગ્યા પછી દરેક વેપારીઓ પોતાને દુકાનો બંધ કરી દેવી અને જો કોઇપણ વેપારી આ નિયમનું પાલન નહીં કરે તો તેને રૂ.2500 (પચીસો) નો દંડ ફટકારવામાં આવશે કંબોઈ ના આજે વેપારીઓએ સ્વયંભૂ નિર્ણય કર્યો છે અને નિર્ણય ને કંબોઈ ના તમામ વેપારીઓ એ આવકાર્યો હતો અને ખરેખર આ નિર્ણય બિરદાવવા લાયક છે

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.