દરવર્ષની જેમ આ વર્ષે પણ 108 એમ્બ્યુલન્સમાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરતા ઈમરજન્સી મેડિકલ ટેક્નિશિયન (EMT) ની સેવાઓને બિરડાવવામાં આવ્યા. કોરોનાના સમયમાં જ્યારે પોતાના લોકોજ સાથ છોડી દે છે ત્યારે પણ પોતાની કે પરિવારની ચિંતા છોડીને લોક સેવામાં પોતાનું સર્વશ્વ આપી દેવાના આશયથી 108 માં સંપૂર્ણ ખંતથી કાર્ય કરી રહ્યા છે. કાર્યક્રમમાં સર્વશ્રેષ્ઠ જીવનરક્ષક નો એવૉર્ડ મહેસાણા જિલ્લાના 2 EMT અને પાઇલોટ ને એનાયત કરવામાં આવ્યા હતા. ઉપરાંત 108 ના સ્ટાફ ને પ્રામાણિકતા માટે પણ હોનેસ્ટી 2 એવૉર્ડ આપવામાં આવ્યા હતા. જે બનાસકાંઠા ને એનાયત કરવામાં આવ્યા હતા. 181 અભ્યમ મહિલા હેલ્પલાઇન માં શ્રેષ્ઠ કાઉન્સેલર નો એવૉર્ડ પાટણ જિલ્લાને એનાયત કરવામાં આવ્યો હતો. ખિલખિલાટ માં શ્રેષ્ઠ કામગીરી બદલ બનાસકાંઠાની ડીસા ખિલખિલાટ ની પસંદગી કરવામાં આવી હતી. EMT દિવસની ઉજવણીની સાથે રાણકી વાવ ખાતે ચેસ ટુર્નામેન્ટ પણ ખુલ્લી મુકવામાં આવી હતી. આજના દિવસના પ્રથમ રાઉન્ડ ના વિજેતા MVD મહેસાણા, 108 મહેસાણા, 108 પાટણ, 108 શિહોરી રહ્યા હતા. આ ટુર્નામેન્ટ 25 મેં સુધી ચાલશે. જેમાં ઉત્તર ગુજરાત માંથી શ્રેષ્ઠ ચેસ રમતવીર પસંદ કરીને તેને પ્રોત્સાહિત કરવામાં આવશે. કાર્યક્રમમાં 108ના જ સ્ટાફમિત્ર એવા વિપુલભાઈ દ્વારા રાણીનીવાવ ની ખુબજ સુંદર માહિતી તમામ હાજર સ્ટાફને આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પાટણ EME મિલન જોશી તથા મહેસાણા EME નરેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં GVK EMRI ઉત્તર ગુજરાત પ્રોગ્રામ મેનેજર કમલેશ પઢીયાર તથા તેમની ટિમ માં બનાસકાંઠા ના EME નીતિન ગોરાદર, નિખિલ પટેલ, દિવ્યરાજ બીહોલા, નરેશ પટેલ અને મિલન જોશી હાજર રહ્યા હતા તેમજ MVD પ્રોગ્રામ મેનેજર ડૉ. મયંક પણ તેમની ટિમ સાથે હાજર રહ્યા હતા. ખિલખિલાટ કો ઓર્ડીનેટર શુશીલ પટેલ તથા યોગેન્દ્રસિંહ પણ હાજર રહ્યા હતા.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.