બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કંબોઈમાં હનુમાનજીના મંદિર ખાતે બનાસ બચાઓ અભિયાનની બેઠક યોજાઇ હતી. જેમાં છેલ્લા કેટલાક સમયથી બનાસ નદીમાં પાણી આવતું નથી અને જેના કારણે દિવસે ને દિવસે પાણીના તળ નીચા જઇ રહ્યા છે જેથી જો આની આ પરિસ્થિતિ રહેશે તો આવનાર સમયમાં ખેડૂતો પાણી વગરખેતી કરી શકશે અને બઉ ભયંકર પરિસ્થિતિ સર્જાશે. માટે આવનાર સમય માં કંબોઈ, ઉંબરી, રાનેર, બુકોલી થી પસાર થતી સુજલમ સુફલામ કેનાલ માં જો પાણી છોડવામાં આવે તો આ પાણી ની સમસ્યા નો હલ થઈ શકે તેમ છે એના વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ત્યાર બાદ આ તમામ ખેડૂતો તેમજ સરપંચો ભેગા મળીને આ ચર્ચા વિચારણા ને ધ્યાનમાં લઈ કાંકરેજ મામલતદાર ને આવેદન પત્ર પણ આપ્યું હતું આ મિટિંગ નું આયોજન કંબોઈ સરપંચ કાનજીભાઈ તેમજ કિસાન સંઘ ના પ્રમુખ વાઘાભાઈએ કર્યું હતું અને આ મિટિંગ માં કંબોઈ, ઉંબરી, દુદાસન, ઉંદરા,આગનવાડા, શિહોરી, રાનેર, ભદ્રામલી,રાણાવડા, અને દુદાસણ આ તમામ ગામોના સરપંચો તેમજ ખેડૂતો હાજર રહ્યા હતા અને આ મિટિંગ નું આયોજન સરકાર ની ગાઈડલાઈન મુજબ સેનેટાઇઝર,માસ્ક તેમજ સોસિયલ ડિસ્ટન્સ જાળવી સમગ્ર મિટિંગ નું અયોજન કરવામાં આવ્યું હતું
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.