કોતરવાડાં પાસે કેનાલમાં ગાબડું પડતાં હજારો લીટર પાણીનો વેડફાટ અહેવાલ : કમલેશ નાંભાણી પાલનપુર બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારમાં માઇનોર કેનાલમાં ગાબડું પાડવાનો સિલસિલો યથાવત છે જેમાં દિયોદર તાલુકાના કોતરવાડા પાસે સાયફનમાં એક ગાબડું પડતા મુખ્ય કેનાલમાંથી પાણી વહી જતા કોતરવાડા આજુ બાજુના 20 ગામોના ખેડૂતો કેનાલ પર પોહચ્યા હતા. જેમાં મુખ્ય કેનાલ માં ગાબડું પડવાની સંભાવના જોવા મળતા ખેડૂતોએ તાત્કાલિક કેનાલના જવાબદાર અધિકારીને ફોન દ્વારા જાણ કરવામાં આવતા અધિકારીઓ એસ.આર.પી જવાનો સાથે કોતરવાડા પાસે કેનાલ પર દોડી આવ્યા હતા. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે આ મુખ્ય કેનાલ છે અને સાયફન પાસે એક ગાબડું પડતા મુખ્ય કેનાલ માંથી પાણી વહી રહુ છે જો કે મુખ્ય કેનાલ માં ગાબડું પડે તો આજુ બાજુ 20 જેટલા ગામો ના ખેતરોમાં પાણી ફરી વળે તેવી સંભાવના દેખાઈ રહી ત્યારે જવાબદાર અધિકારી ની ટીમ દ્વારા મુખ્ય કેનાલમાં પાણી બંધ કરી આગળની તજવીજ હાથ ધરાઈ હતી
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.