ડીસા તાલુકાની સદરપુર પ્રાથમિક શાળાના શિક્ષક્નો અનોખો રેકોર્ડ અહેવાલ કમલેશ નાંભાણી ડીસા તાલુકામાં આવેલી સદરપુર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શ્રી રાહુલકુમાર કિશોરભાઈ મોદી એ લોકડાઉન દરમિયાન વિધાર્થીઓના શિક્ષણની ચિંતા થતા તેમણે ઘરે બેસીને જ્ઞાન મળે તે માટે તેમણે અલગ અલગ વિષયોની ઓનલાઇન ક્વિઝ બનાવવાનું શરૂ કર્યું અને ક્વિઝમાં ભાગ લેનારને પ્રોત્સાહન મળી રહે એ માટે 60 % થી વધુ ગુણ મેળવનારને તેઓ ઈ-સર્ટીફીકેટ તેમના મેઈલમાં આપતા હતા આમ તેમણે 160 થી પણ વધુ અલગ અલગ વિષયોની ક્વિઝ બનાવી અત્યાર સુધીમાં 12000 થી પણ વધુ ઈ-સર્ટીફીકેટ ઈશ્યુ કરીને ભાગ લેનારાઓને પ્રોત્સાહિત કર્યા આ ઉપરાંત તેમને પોતે પણ લોકડાઉન દરમિયાન અલગ અલગ રાજ્યોની વિવિધ નેશનલ તથા ઈન્ટરનેશનલ કોલેજો ,સંસ્થાઓ ,સ્કૂલોની ક્વિઝ ,વેબિનાર તથા લાઈવ કાર્યકર્મમાં ભાગ લઈને અત્યાર સુધી 880 થી પણ વધુ સર્ટિફિકેટ મેળવ્યા હતા અને તેમની આ અનોખી સિદ્ધીની નોંધ ઈન્ટરનેશનલ WAC BOOK OF RECORDS માં લેવામાં આવી અને તેમના દ્વારા શ્રી રાહુલકુમાર કિશોરભાઈ મોદીને WAC BOOK OF RECORDSમાં રેકોર્ડ નોધાવવાનું સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું આમ તેમને પોતાનો આ અનોખો રેકોર્ડ પોતાના નામે નોંધાવી બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા તથા સદરપુર ગામનું નામ રોશન કર્યું છે
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.