જેનાલ રેલ્વે સ્ટેશન ની મુલાકાતે પ્રવીણભાઈ માળી

Sep 10 08:25 2022

જેનાલ રેલ્વે સ્ટેશન ની મુલાકાતે પ્રવીણભાઈ માળી અહેવાલ : કમલેશ નાંભાણી પાલનપુર બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલા જેનાલ ગામ માં ૧૯૫૭થી સ્થાપિત રેલ્વે સ્ટેશનની મુલાકાત WR (Western Railway) સલાહકાર સમિતિ સભ્યશ્રી પ્રવિણભાઈ માળી એ શુભેચ્છા મુલાકાત લીધી હતી તેઓની સાથે ગણમાન્ય મહેમાન શ્રી કલ્પેશભાઈ ભારથી પ્રતાપભાઈ ભારથી (ગૌસ્વામી) શ્રી કમલેશભાઈ દેસાઈ પણ હાજર રહ્યા હતા આ દરમિયાન તેમણે જેનાલ રેલવે સ્ટેશનના વિવિધ વિભાગોની મુલાકાત લઈ ગામના લોકોને તેમજ વિદ્યાર્થીઓને રેલવે લાઈન ક્રોસ કરી આવવા-જવામાં પડતી મુશ્કેલીઓ ને લઈ Foot Overbridged અને આ પ્રકારની માંગણીઓનો તેમણે સ્વીકાર કર્યો હતો અને જલ્દીથી આ મુશ્કેલી દૂર કરવામાં આવશે તેવું જેનાલ ના ગામ ના લોકો ને જણાવ્યું હતું તેમજ ગામના ગણમાન્ય મહેમાનો સહિત રેલવે મિત્ર શ્રી કમલેશભારથી અશોકભારથી ગૌસ્વામી અને મીડિયા શ્રી બનસિંહ દરબાર સરપંચશ્રીના પ્રતિનિધિ માર્ગદર્શન અનુસાર સાથે રહી સ્ટેશનથી અવગત કરાવ્યા હતા ત્યારબાદ સ્ટેશન અધિક્ષકશ્રી ઘેવરરામ સાથે ચર્ચા કરી હતી અને ખાસ કરીને લોકોને મુસાફરી તેમજ બીજી કોઈ અગવડતા ન પડે તે અંગે ચોક્કસ માર્ગદર્શન આપી શુભેચ્છા મુલાકાતને સફળ બનાવી

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.