સમગ્ર દેશમાં નેશનલ ઈનોવેશન એવોર્ડ માટે પસંદગી. (ગાંધીનગર) અહેવાલ કમલેશ નાંભાણી સમગ્ર દેશમાં શિક્ષણ એક આવશ્યક જરૂરિયાત છે. શિક્ષણમાં અનેક વર્ષોથી નવતર કાર્ય થતું રહ્યું છે. ત્યારે સમગ્ર દેશમાંથી ઇનોવેટીવ ટીચર્સની પસંદગી કરે છે. વર્ષ:2006માં સ્થપાયેલ સ્ટેટ ઇનોવેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન(sir ફાઉન્ડેશન) આવા નવતર શિક્ષકોને શોધી તેમનું સન્માન કરે છે. આ વર્ષે સમગ્ર દેશમાંથી પસંદ થયેલ શિક્ષકોમાં ગુજરાતના નવ સારસ્વતોનું સર ફાઉન્ડેશન મહારાષ્ટ્ર દ્વારા પસંદગી કરવામાં આવી છે. સર ફાઉન્ડેશન, 2006 થી દર વર્ષે innovative શિક્ષકોને સન્માનિત કરે છે.દર વર્ષની જેમ આ વર્ષે સ્ટેટ ઇનોવેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સોલપુર દ્વારા સમગ્ર દેશમાંથી ઇનોવેટિવ ટીચર્સના ડેટા કલેક્શનને આધારે સમગ્ર દેશમાંથી 25 નવતર વિચારોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના નવ શિક્ષકો પૈકી શ્રી શૈલેષભાઈ પ્રજાપતિ ( આચાર્યશ્રી ગોગાઢાણી અનુપમ પ્રાઈમરી સ્કૂલ) શ્રી નિશીથકુમાર( રોપડા પ્રાઈમરી સ્કૂલ, અમદાવાદ) શ્રીમતીજાગૃતિબેન પંડ્યા( નગર પ્રાથમિક શાળા નંબર- ૩૦, આણંદ) શ્રી જિનેશાબેન શાહ ( આચાર્યશ્રી સંજના તલાવડી પ્રાઈમરી સ્કુલ)પટેલ ભાવનાબેન પ્રેમજીભાઈ ( કનુપુરા કંપા પ્રાઈમરી સ્કૂલ, અરવલ્લી) જાની હિરેનકુમાર હસમુખભાઈ ( શ્રી શાહપુર પ્રાઈમરી સ્કૂલ, ભાવનગર) પટેલ ધવલભાઈ પોપટભાઈ ( ધોલકડા પ્રાઈમરી સ્કૂલ, રાધનપુર, પાટણ) ઠાકોર ખોડાજી હમીરજી, પ્રાથમિક શાળા ભોર આમલી, નર્મદા) અને પ્રજાપતિ સતીષકુમાર પુંજાભાઈ ( આચાર્યશ્રી બાકરોલ પ્રાથમિક શાળા, કલોલ, પંચમહાલ) નો સમાવેશ થાય છે. આમ, ગુજરાતનાનવ શિક્ષકોની સમગ્ર ગુજરાત માંથી પસંદગી થયાનું સર ફાઉન્ડેશન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.ઇનોવેશન માટે શિક્ષકોની પસંદગી માટે તેમના નવતર વિચાર, અમલીકરણ,પરિણામ અને વિચારણા ફેલાવને ધ્યાનમાં રાખી આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવે છે. સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ 12 જાન્યુઆરી 2021ના રોજ યોજાનાર સંભવિત રાષ્ટ્રીય કાર્યશાળામાં આ તમામ ઇનોવેટિવ ટીચર્સનું સન્માન કરવામાં આવશે. દેશના શિક્ષકોમાં ગુજરાતના નવ શિક્ષકોની પસંદગી.
Related Articles
1 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
Nice