ગીતા જયંતિના પવિત્ર પર્વ સહિત અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રમુખ વ્યવસ્થાપક શૈલબાળા પંડ્યાજીના જન્મ દિવસની ભવ્ય ઉજવણી

Sep 10 08:16 2022

(આજકા તહલકા ન્યૂઝ નેટવર્ક)
            ગાયત્રી ચેતના કેન્દ્ર,મોડાસા ખાતે સામૂહિક યજ્ઞ, સાધના અને સમૂહ આરતી દ્વારા ભવ્ય ઊજવણી સાથે ગીતા જ્ઞાનને જીવનમાં ઉતારવા અને માનવતાની સેવાના સંકલ્પ લેવામાં આવ્યા હતા.
      ભારતિય સંસ્કૃતિ માં ગૌ,ગંગા, ગીતા અને ગાયત્રી એ ચાર મુખ્ય આધાર સ્તંભ રહ્યા છે. સમગ્ર માનવમાત્રને જીવન જીવવાની કળા માટે પ્રેરણા અને માર્ગદર્શન મેળવવા ગીતાના દિવ્યજ્ઞાનનો આજના દિવસે પ્રાદુર્ભાવ થયો હતો. માનવમાત્રને માટે  સદ્બબુદ્ધિના પ્રેરણા સ્ત્રોત એવા ગાયત્રી   મહામંત્રને સમગ્ર વિશ્વમાં વ્યાપ કરનાર અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના વ્યવસ્થાપક એવા આદરણીય શ્રદ્ધેયા શૈલબાળાજીનો પણ આજ ગીતા જયંતિ ના પાવન દિવસે જન્મ દિવસ છે. ગાયત્રી પરિવારના સ્થાપક યુગઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી તથા માતા ભગવતી દેવી શર્માજીના સુપુત્રી શૈલજીજી તેમના પદ્ચિન્હો પર ચાલી માનવમાત્રને માટે અનેક અભિયાન નારી જાગરણ,બાળ સંસ્કાર, આઓ ઘડીએ સંસ્કારવાન પેઢી, યુવાનો ને સાચી દિશા આપતા તથા પીડિત માનવતાની સેવા જેવા કાર્યો માટે પૂર્ણત: જીવન સમર્પિત એવા સ્નેહ,કરુણા, ઉદારતા,સમતા અને મમતાની મૂર્તિ શૈલજીજી ના ૬૬ મા જન્મ દિવસ એમ ગીતા અને ગાયત્રી ના વિશેષ પાવન દિવસ  પર આજે ગાયત્રી ચેતના કેન્દ્ર,મોડાસા  ખાતે સામૂહિક યજ્ઞ આહુતિ ક્રમ, સાધકો દ્વારા વિશેષ જાપ- સાધના તેમજ સામૂહિક દિપક પ્રાગટ્ય તેમજ સમુહ આરતી ક્રમ સાથે ગીતા જયંતિ પર ગીતા જ્ઞાનને જીવનમાં ઉતારવા અને માનવતાની સેવાના સંકલ્પ ધારણ કર્યા.

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.