સ્વામી ધર્મબંધુજી દ્વારા 22મી રાષ્ટ્રકથા શિબિરનું આયોજન કરાયું, પૂર્વ વડાપ્રધાન સહિતની હસ્તીઓ રહેશે હાજર
રાજકોટથી 130 કિમી દૂર આવેલ પ્રાંસલાના નૈસર્ગિક વાતાવરણમાં સ્વામી ધર્મબંધુજી દ્વારા 22મી રાષ્ટ્રકથા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 28 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી યોજાનારી આ શિબિરમાં 22 રાજ્યોના રાષ્ટ્રપ્રેમી યુવક-યુવતીઓ પધારશે. ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છતીસગઢ, ઝારખંડ સહિતના દેશના જુદા જુદા રાજયોના અંદાજે બાર હજારથી વધુ યુવક યુવતીઓ એકત્ર થશે. અહી વહેલી સવારના પ વાગ્યાથી રાત્રિના દસ વાગ્યા સુધી જુદા જુદા વિભાગોમાં સઘન પ્રશિક્ષણ કાર્યક્રમ ચાલશે. તેમ વૈદિક મિશન ટ્રસ્ટના સ્વામી ધર્મબંધુજીએ જણાવ્યું હતુ.સવારથી સાંજ સુધી શિબિરાર્થીઓને વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવશે શિબિરમાં સવારે ચાર કલાકે ઉત્થાન, પાંચ વાગ્યે દેશભકિતના ગાન સાથે દિનચર્યાનો પ્રારંભ થશે. બાદમાં યોગા સૈનિક શિક્ષા, જૂડો, કરાટે, માર્શલ આર્ટ, સેલ્ફ ડિફેન્સ, મહાનુભાવોના પ્રવચન, માર્ગદર્શન, અલગ અલગ એકસપર્ટના કાયદા, શિક્ષણ, અર્થશાસ્ત્ર, સુરક્ષાના અભ્યાસલક્ષી વર્ગ, તજજ્ઞો સાથે ગાષ્ઠિ, પ્રશ્નોતરી, સાંસ્કૃતિક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું છે. શિબિરાર્થીઓની સલામતિ માટે સંખ્યાબંધ ટેન્ટ ઉભા કરવામાં આવ્યા છે.પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ આપશે હાજરી શિબિરમાં દેશના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહ, તામીલનાડુના રાજયપાલ બી.એલ. પુરોહિત, મેઘાલયના ગવર્નર તથાગત રોય મુખ્ય મહેમાન બનશે.
જવાનો દ્વારા શિબિરાર્થીઓને શારિરીક કૌશલ્યની દરરોજ તાલીમ આપવામાં આવશે. શિબિર સ્થળે સુરક્ષાના તમામ સાધનોનું પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું છે. ઈસરો અને હવામાન વિભાગના સાધનોનું નિર્દશન યોજાશે.
ભારતીય લશ્કરના જવાનો આધુનિક શસ્ત્રોની સાથે ઘોડેસવારીની તાલીમ આપશે. ગાંધીનગરની NDRFની ટીમ પણ તાલીમ આપશે. વિવિધ રાજયોના વિદ્યાર્થીઓ તેમની માતૃભાષામાં સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે.
આ શિબિરમાં પી.સી. ઘોષ, પ્રેસ કાઉન્સીલ ઓફ ઈન્ડીયાના ચેરમેન સી.કે.પ્રસાદ, જસ્ટીસ દિનેશ મહેશ્વરી, જસ્ટીસ ક્રિષ્ના દિક્ષીત, નીતિ આયોગના CEO અમિતાભ કાંત, ડો. પ્રદીપ જોષી સહિત 31 જેટલા મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.