પાટણ જીલ્લા પત્રકાર એકતા સંગઠનની મળી બેઠક, કારોબારીની રચના કરવામાં આવી

Sep 10 08:16 2022

(સાંતલપુર થી ભગીરથ સિંહ જાડેજા નો રિપોર્ટ)
          ગુજરાત પત્રકાર એકતા સંગઠન ની તાજેતરમાં મળેલી બેઠકમાં પાટણ જિલ્લા પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ તરીકે હર્ષદભાઈ પંચોલીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ત્યારે રવિવારના દિવસે પાટણ શહેરના જૂના સર્કિટહાઉસ ખાતે પાટણ જિલ્લા પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ હર્ષદભાઈ પંચોલી ના અધ્યક્ષ સ્થાને પત્રકાર એકતા સંગઠન પાટણ જિલ્લાની કારોબારીની સર્વાનુમતે સંરચના કરવામાં આવી હતી સાથે-સાથે પાટણ જિલ્લા માંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મિડિયાના પત્રકાર મિત્રો એ આગામી દિવસોમાં સંગઠનની પ્રવૃત્તિઓના રચનાત્મક કાર્યો થકી આગળ વધવાની નેમ વ્યક્ત કરી હતી.પાટણ જુના સર્કિટહાઉસ ખાતે મળેલી પત્રકાર એકતા સંગઠન પાટણ  જિલ્લાની કારોબારીની સંરચનામાં ઉપપ્રમુખ તરીકે 
વિનોદભાઈ ગજ્જર, યશપાલ સ્વામી, ઐયુબખાન પઠાણ નાનજીભાઈ ઠાકોરની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.જ્યારે મંત્રી પદે ભરતભાઇ ચૌધરી,દક્ષેશ ખત્રી,પ્રેમલ ત્રિવેદી પ્રકાશભાઈ નાડોદા ની વરણી કરાઈ હતી જ્યારે મહામંત્રી પદે પ્રવીણભાઈ દરજી,કનુભાઈ ઠાકર,જનકબેન ઓઝા  ભરતભાઈ પ્રજાપતિ ની વરણી કરાઈ હતી જ્યારે સહમંત્રી પદે નીરવ ચક્રવતી,વિશાલ જયસ્વાલ, વિપુલ શર્મા,રમેશભાઈ કોલીની વરણી કરાઈ હતી. તો ખજાનચી તરીકે કમલેશભાઈ ગનવાણી અને આઇ .ટી. સેલમાં શૈલેષભાઈ નાયીની સર્વાનુમતે વરણી કરાતા ઉપસ્થિત પાટણ જિલ્લાના તમામ ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રો એ તાળીઓ ના ગડગડાટ સાથે નવીન પત્રકાર એકતા સંગઠન પાટણ જિલ્લાની કમિટીને વધાવીને શુભેચ્છાઓ પાઠવી હતી.

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.