( દિયોદર થી કિશોર નાયક નો રિપોર્ટ)
બનાસકાઠા જીલ્લા ના દિયોદર તાલુકા રાંટીલા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી એક મહિલાએ સાસરીયા પક્ષના માનસિક ત્રાસના કારણે આપઘાત કરતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. જે મામલે દિયોદર પોલીસે પતિ સહિત ૩ ઈસમો સામે ગુન્હો નોધી આગળની તપાસ હાથ ધરી છે.
રાજસ્થાનના ઉદેપુર ખાતે રહેતી સોનલ વાઘેલાના લગ્ન ૧૦ વર્ષ અગાઉ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના ગોધાણી ગામે રહેતા રાજદીપસિહ વાઘેલા સાથે સમાજના રીત રીવાજ મુજબ લગ્ન થયા હતા. જેમાં લગ્નના સમય ગાળા દરમિયાન એક દીકરાનો જન્મ થયો હતો. જેમાં સોનલ વાઘેલાને દિયોદર તાલુકા ના રાંટીલા ગામે આવેલ પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી મળતા સોનલ વાઘેલા અને તેનો પુત્ર તેમજ તેના પતિ સાથે દિયોદરના પાલડી ગામે રહેતી હતી અને શિક્ષિકા તરીકે ફરજ નિભાવતી હતી. જેમાં છેલ્લા આઠ વર્ષથી રાજદીપસિહ સોનલ સાથે દહેજ મામલે અવાર નવાર બને દંપતી વચે બોલાચાલી થતી હતી. જેમાં સોનલ તેનું ઘર ના ભાગે તે માટે બધું સહન કરતી હતી. રાજદીપસિહ વાઘેલા દારુ પીવા ની ટેવ વાળો હોવાથી દારુ ના નશામાં સોનલ સાથે મારઝૂડ પણ કરતો હતો. અને રૂપિયાની માંગણી પણ કરતો હતો. સોનલ આખરે કંટાળી જઈ આ સમગ્ર મામલા ની જાણ તેના પરિવાર જનોને કરી હતી. સોનલ ના પિતા એ દીકરી નું ઘર ના ભાગે તે માટે જમાઈ રાજદીપસિહ વાઘેલા ને જરૂરિયાત પ્રમાણે અઢી લાખ રૂપિયા આપ્યા હતા પરતું રૂપિયા લીધા પછી પણ બંને દંપતી વચ્ચે ઝગડા નો અંત આવ્યો ના હતો.
ગત તારીખ ૨૧ ના રોજ સોનલ ની બહેન પ્રિયંકા ના ફોન ઉપર ફોન આવેલ અને કહેવા લાગેલ કે સોનલને બી. એડ. માં પાસ થયેલી છુ. અને મારે બી. એડ. માં પરમીશન લેવું છે તેવું જણાવ્યું હતું. પરતું ગત સાંજ ના સમય સોનલ ના પતિ એ સોનલ ના પિતા ને ફોન કરી જણાવેલ કે સોનલ મરણ ગયેલ છે. તેવી વાત કરતા સોનલના પરિવારજનો દિયોદર ના પાલડી મુકામે દોડી આવ્યા હતા. જેમાં સોનલનું મોત શંકાસ્પદ દેખાતા અને પતિના ત્રાસથી આ આપઘાત કર્યો હોવાનું જણાતા સોનલના પરિવારજનો એ આ મામલે દિયોદર પોલીસ ને જાણ કરી હતી. જે મામલે દિયોદર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.