રણતીડ જોવા મળે તો જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીએ જાણ કરવા ખેડુતોને અપીલ

Sep 11 07:03 2022

         બનાસકાંઠા જિલ્લા ખેતીવાડીશ્રી પી. કે. પટેલે અખબારી યાદીમાં જણાવ્યું છે કે, રણતીડ એક આંતરરાષ્ટ્રીય જીવાત છે. રણતીડના ટોળા હજારો માઇલ દુરના દેશોમાં જઇ મોટુ પાક નુકશાન કરે છે. તાજેતરમાં મળતા અહેવાલ અનુસાર બનાસકાંઠા જિલ્લામાં રણતીડનો ઉપદ્રવ જોવા મળેલ છે. રાજસ્થાન નજીકના ગુજરાતના સરહદી વિસ્તાર જેવા કે કચ્છ અને ઉત્તર ગુજરાત વિસ્તારમાં રણતીડની ઉપદ્રવની શક્યતાઓને ધ્યાને લઇ આગમચેતીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના વાવ, ધાનેરા, થરાદ, સૂઇગામ, લાખણી, ડીસા અને પાલનપુર તેમજ તે સિવાયના બાકી રહેતા તમામ તાલુકાઓના ગામોમાં રણતીડ જોવા મળે તો તીડ ક્યાંથી આવ્યાં એટલે કે, કઇ દિશામાંથી આવ્યા, કેટલા વિસ્તારમાં તીડ બેઠા, ક્યાં ગામે કઇ સીમમાં બેઠા તે અંગેની માહિતી મેળવી તુરંત જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીના ટેલીફોન નંબર-૦૨૭૪૨-૨૫૨૬૩૪, તીડ નિયંત્રણ એકમ-પાલનપુરની કચેરીનો ટેલીફોન નંબર- ૦૨૭૪૨-૨૪૫૧૪૨ અને જે તે તાલુકાના વિસ્તરણ અધિકારી (ખેતી) (પાલનપુર-૯૯૦૯૧૨૭૫૬૫,અમીરગઢ-૯૪૨૭૪૨૬૮૬૯,દાંતા-૭૦૯૬૩૦૪૫૬૪,વડગામ-૯૪૨૬૩૭૪૫૪૮,ડીસા-૯૬૨૪૭૧૩૮૮૯,દિયોદર-૯૮૭૯૮૧૬૭૩૩,ભાભર-૮૯૮૦૨૫૮૫૩૫,થરાદ-૯૭૧૪૫૭૮૦૫૫,ધાનેરા-૯૮૯૮૫૨૫૭૪૨,લાખણી-૯૯૭૮૯૬૭૫૬૮,દાંતીવાડા-૯૪૨૭૩૭૮૦૭૩,સૂઇગામ-૯૨૬૫૨૯૭૬૦૬,કાંકરેજ-૯૪૨૯૪૬૩૯૧૦,વાવ-૯૭૧૪૫૭૮૦૫૫)ને જાણ કરવા અને તમારા તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રી, મામલતદારશ્રીને જાણ કરવા ખેડુતોને જણાવવામાં આવે છે. તેમજ ખેડુતો દ્વારા ખેતરમાં તીડ જોવા મળેથી અવાજ અને ધુમાડાની પધ્ધતિથી ભગાડવાના પ્રયત્નો કરવા જણાવવામાં આવે છે. 

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.