(આજકા તહલકા ન્યૂઝ નેટવર્ક)
વડગામ તાલુકાના વણસોલ ગામના આરોપી ને પાલનપુરની સ્પેશ્યલ પોસ્કો કોર્ટે સગીરા ઉપર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં તકસીરવાન ઠરાવ્યો છે. જેમાં કોર્ટે આરોપીને આજીવન કેદની સજા અને રૂપિયા ૨૦ હજારનો દંડ આરોપી પાસેથી વસૂલ કરીને પીડિત સગીરાની વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે.
આ અંગેની વિગત એવી છે કે આજથી આઠેક માસ પહેલા વડગામ તાલુકાના વણસોલ ગામમાં રહેતો દિનેશ કેશાજી ઠાકોર (સોલંકી) 13 વર્ષની એક સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે તારીખ 24 એપ્રિલ 2018 ના રોજ મોટર સાયકલ પર બેસાડી અપહરણ કરી ગયો હતો. ત્યારબાદ આરોપી દિનેશે ત્યારબાદ બે દિવસ સુધી સગીરાને ઊંઝા, અમદાવાદ અને સુરતમાં અલગ- અલગ જગ્યાએ રાખીને તેનું શારીરિક શોષણ (દુષ્કર્મ)કર્યું હતું
જે અંગેની ફરિયાદ વડગામ પોલીસ મથકમાં પોક્સો એક્ટ ની કલમ હેઠળ કલમ 17 મુજબ નોંધાઇ હતી. જે અંગેનો કેસ પાલનપુરની સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી જતા દસ્તાવેજી પુરાવાઓ, સાક્ષીઓની જુબાની તેમજ સરકારી વકીલ નૈલેષ એમ. જોશીની દલીલોને ધ્યાને લઇને સ્પેશિયલ (પોક્સો) કોર્ટના ન્યાયાધીશ આર. આર. ચૌધરીએ દુષ્કર્મ કેસના આરોપી દિનેશ કેશાજી ઠાકોર ને આ ગુનામાં તકસીરવાન ઠરાવ્યો હતો. અને આરોપીને આજીવન કેદની સજા ફરમાવી હતી. જ્યારે રૂપિયા ૨૦ હજાર દંડ ભરવાનો હુકમ કર્યો હતો. જે વસુલ કરીને પીડિતાને વળતર પેટે ચૂકવવા માટે આદેશ કરાયો હતો.જ્યારે અન્ય એક આરોપી વિરજી કેશાજી ઠાકોરને કોર્ટે શંકાનો લાભ આપીને છોડી મૂકયો હતો.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.