વર્ષભરના આયોજન માટે ગાયત્રી પરિવારની વિશેષ બેઠકનું આયોજન સંપન્ન, વિવિધ રચનાત્મક આયોજન સાથે ગામે ગામમાં જનજાગૃતિ માટે શંખનાદ

Sep 10 08:28 2022

આજકા તહલકા ન્યૂઝ નેટવર્ક)
           મોડાસા, ૨૦ ડિસેમ્બર: વર્ષ ૨૦૧૯નું  સમાપન અને વર્ષ ૨૦૨૦ ના આરંભ સાથે જ ગાયત્રી ચેતના કેન્દ્ર ,મોડાસા દ્વારા આગામી વર્ષ ૨૦૨૦માં  વધુ સક્રિયતા માટે આઓ ઘડીએ સંસ્કારવાન પેઢી, કન્યા કિશોર કૌશલ્ય, બાળ સંસ્કાર કેન્દ્રો, યુવા જાગૃતિ, નારી જાગરણ, પર્યાવરણ બચાવો, વ્યસન મુક્તિ ને લગતા કાર્યક્રમ આયોજનો તેમજ ઘરે ઘરે ગાયત્રી યજ્ઞ અને ઉપાસના આંદોલન દ્વારા વ્યક્તિ વ્યક્તિમાં વિચારો અને જીવન શૈલીમાં સદ્ભાવના હેતુ ગામોમાં જાગૃતિ માટે તથા સ્વયંસેવકોમાં વધુ સક્રિયતા માટે ચિંતન મંથન બેઠક સંપન્ન થઈ. આ મંથન બેઠકમાં અગ્રણી કાર્યકર શ્રી કિરીટભાઈ સોની દ્વારા વર્ષ ભરના તમામ કાર્યક્રમો માટે મોડાસા તેમજ આસપાસના ગામોમાં સંપર્ક કરી કેવી રીતે ટીમોનું ગઠન કરવું અને કાર્યક્રમોના આયોજનો બાબતે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે અગ્રણી કાર્યકર  શ્રી હરેશભાઈ કંસારા એ આગામી ૩૦ જાન્યુઆરીના વસંતપંચમીના રોજ ગાયત્રી પરિવાર ના જનક પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના આધ્યાત્મિક જન્મ દિવસથી દેશભરમાં વિશેષ ચાલીસ દિવસીય સાધના માટેનું માર્ગદર્શન આપ્યું હતું. આ સાધના માટે ગામે ગામના વધુને વધુ સાધકો ભાગ લેવા માટે આવાહન અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. આ ગોષ્ઠિમાં ગાયત્રી પરિવારના પ્રમુખ શ્રી ધર્માભાઈ પટેલની આગેવાનીમાં ગામે ગામના સતત સંપર્કમાં રહેતા બાર ટીમોના સંયોજકશ્રીઓ સહિત તમામ પરિજન ભાઈઓ,બહેનો તેમજ યુવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.