વીડિયો ફૂટેજમાં તોફાન કરતા દેખાનારા શખ્સો સામે કાર્યવાહી કરાશે: ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા
(આજકા તહલકા ન્યૂઝ નેટવર્ક)
ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જે લોકો વીડિયો ફૂટેજમાં તોફાન કરતા દેખાઈ રહ્યા છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે. તેઓએ કહ્યું કે, તમામ કોમના લોકોએ હાલમાં શાંતિ અને સદભાવના રાખવી જોઈએ. પરંતુ કેટલાક અસામાજીક તત્વોએ આંદોલનમાં ઘૂસી જઇને પોલીસ પર પથ્થરમારો કર્યો છે. અમારી પાસે CCTV ફૂટેજ છે આવું કૃત્ય કરનારા લોકોને શોધી કાઢવામાં આવશે અને તેમના વિરોધમાં સખત કાર્યવાહી કરાશે.
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું છે કે, કાયદો હાથમાં લઈ આરાજકર્તા ફેલાવનારા શખ્સોને માફ કરવામાં નહીં આવે. બીજી બાજુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ મોડી રાત્રે ગુજરાતના તમામ લોકોને શાંતિ જાળવવા માટેની અપીલ કરી છે. તેમજ જણાવ્યું છે કે, આ કાયદો કોઈ પણ કોમના લોકો માટે નુકસાનકારક નથી કે કોઈપણ નાગરિકની સિટિઝનશીપ જોખમમાં મુકાય એ પ્રકારનો નથી માટે ગુજરાતના નાગરિકોએ સિટીઝનશિપ ના કાયદા અંગે કોઇ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી.
અત્રે નોંધનીય છે કે, આજે સીટીઝન કાયદાને લઈને અમદાવાદમાં બંધનું એલાન અપાયું હતું. મુસ્લિમ બહુમતીવાળા ગણાતા શાહઆલમ વિસ્તારમાં બપોર પછી તોફાનીઓએ પોલીસ પર હુમલો કર્યો હતો અને બેફામ પણે પથ્થરબાજી પણ કરી હતી. આ હુમલામાં અનેક ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને નાના પોલીસ કર્મચારીઓ ઘવાયા છે કેટલાક અધિકારીઓએ લોહી નીતરતી હાલતમાં પણ સ્થળ પર જ ફરજ બજાવી હતી. ત્યારબાદ ઘવાયેલા તમામ લોકોને સારવાર માટે વી.એસ હોસ્પિટલમાં લઈ જવાયા છે.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.