અમદાવાદના ન્યુ રાણીપમાં નકલી પોલીસની ઓળખ આપી 10.95 લાખની લૂંટ કરનારા ચાર આરોપીની ધરપકડ
(આજકા તહલકા ન્યુઝ નેટવર્ક )
અમદાવાદના ન્યુ રાણીપમાં નકલી પોલીસની ઓળખ આપી 10.95 લાખની લૂંટ કરનારા ચાર આરોપીની ધરપકડ શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં મની ટ્રાન્સફર કરતી કંપનીના બે કર્મચારીઓને આરોપીઓએ પોલીસની ઓળખ આપી 10.95 લાખની લૂંટ કરી હતી.
ગઈ કાલે 18 ડિસેમ્બરના રોજ થયેલી લૂંટના આરોપીઓની ગણતરીના સમયમાં રાતો રાત ઓપીઓની ધરપકડ સાબરમતી પોલીસ દ્વારા કરવામાં આવી છે. સાબરમતી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેટર વાળાને લૂંટના બનાવની જાણ થતા જ તેઓએ ફરિયાદ નોંધી તપાસ શરુ કરી હતી. લૂંટ થયાના ગણતરીના સમયમાં લૂંટ કરનાર ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સંપૂર્ણ તપાસ સાબરમતીના PI વાળાના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી. PI ની સારી કામગીરી અને તેઓના અનુભવ, અનુમાન અને ગુન્હાનો ઉકેલ લાવવાની ધગશના કારણે તપાસ કરતા ચાર આરોપીઓની ધરપકડ ગણતરીના કલાકોમાં એકજ રાતમાં ગુન્હાનો ઉકેલ લાવી પોલીસ સમક્ષ લોકોનો વિશ્વાસ અતૂટ રાખ્યો છે. નકલી પોલીસ બની લૂંટ કરનાર આરોપીઓમાં (1) ધ્રુવિલ ભરતભાઈ શાહ (લૂંટનો માસ્ટર માઈન્ડ ) (2) યશ શૈલેષભાઇ પટેલ ઉ.વ.20 (3) આશિષ રબારી (4) નરેશ રબારી ને ઝડપી કાર્યવાહી કરવામાં આવી છે.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.