સુઇગામના ઊચોસણમાં એક રાતમાં ચાર જગ્યાએ તસ્કરોએ તાળા તોડયાં : મંદિરની દાનપેટીમાંથી 50 હજારની ચોરી
(સુઇગામ થી તરસિંગજી ઠાકોરનો રિપોર્ટ)
સરહદી સુઇગામ તાલુકાના ઊચોસણ ગામમાં મંગળવારની રાત્રીના સમયે અજાણ્યા ચોરોએ ગામના જૈન દેરાસર,મસ્જિદ,નાગદેવતા ના મંદિર અને હાઇવે પરના એક પાનના ગલ્લાનાં તાળા તોડી નાગદેવના મંદિરની દાનપેટીમાંથી 50 હજાર ઉપરાંતની રોકડ રકમની ચોરી કરી રફુચક્કર થઈ જતાં હાહાકાર મચી ગયો હતો. બનાવના પગલે ગામમાં લોકોના ટોળેટોળાં ભેગા થઈ ગયાં હતાં. જોકે ચોરી કરનાર એક ઈસમ જૈન દેરાસરના સી.સી.ટી.વી કેમેરામાં કેદ થઈ જતા પોલીસે ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે. સુઇગામ તાલુકાના ઊચોસણમાં મંગળવારની રાત્રી દરમ્યાન કોઈ અજાણ્યા ઈસમોએ હાઇવે પરના એક પાનના ગલ્લાને તોડેલ. ઉપરાંત ગામ ની બહાર આવેલ મસ્જિદમાં દરવાજા ના તાળા તોડેલ,તેમજ ગામની વચ્ચે આવેલ જૈન દેરાસર ના દરવાજા ના તાળા તોડી દેરાસરમાં ઘૂસવાનો પ્રયત્ન કરેલ પરંતુ દરવાજાનું લોકર ન તૂટતાં આખરે રવાના થઈ ગયેલ. તેમજ ગામમાં આવેલ નાગદેવતાના મંદિરનાં તાળા તોડી મંદિરની દાનપેટીમાંથી 50 હજાર ઉપરાંતની રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયેલ. જોકે જૈન દેરાસરના સી.સિ.ટી.વી કેમેરામાં મોઢે બુકાની બાંધેલ શૂટ બુટ પહેરેલ એક ચોર કેમેરામાં કેદ થઈ ગયેલ. જે અંગે સુઇગામ પોલીસને જાણ કરતાં પોલીસે સી.સી.ટી.વી ફૂટેજના આધારે ચોરી કરનાર ઇસમને ઝડપવાના તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગામમાં ભાઈચારાથી વસતા હિન્દૂ,મુસ્લીમ,જૈન સમુદાય ના ધર્મસ્થાનો પર એક સાથે એક જ રાતે તસ્કરોએ તાળા તોડતાં તમામ ગ્રામજનોએ આવા તત્વોને જલ્દીથી પકડી કડક સજા થાય તેવી માંગ કરી હતી.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.