ઉત્તર ગુજરાતન્સ ઉંઝામાં ભવ્યાતિભવ્ય લક્ષ ચંડી મહાયજ્ઞ મહોત્સવનો ધામધૂમ પૂર્વક શુભારંભ
(આજકા તહલકા ન્યૂઝ નેટવર્ક)
કરોડો કડવા પાટીદાર ના કુળદેવી ઉમિયા માતાજીના પ્રાગટ્ય સ્થાન,
તીર્થસ્થાનો અને શક્તિપીઠ સમાન ઊંઝા ખાતે ભવ્યાતિભવ્ય લક્ષ ચંડી મહાયજ્ઞ
મહોત્સવ નો શુભારંભ થઈ ચૂક્યો છે મા કુળદેવી ઉમિયા માતાજી સંસ્થાન
અધ્યક્ષ પૂજ્ય મણીદાદા (મમ્મી)ના હસ્તે દીપ પ્રાગટ્ય અને અનંત વિભૂષીત
જ્યોતિ પીઠાધીમાર શારદાપીઠાધીશ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી
સ્વરૂપાનંદ સરસ્વતી જી મહારાજ ના આશીર્વચન સાથે ભવ્યાતિભવ્ય
મહોત્સવનો હપાંઉલ્લાસ સાથે શુભારંભ થયો છે. લક્ષ ચંડી મહાયશ
મહોત્સવ સમગ્ર વિશ્વમાં કડવા પાટીદાર સમાજ ને વીમા શ્રેષ્ઠ પ્રજા તરીકે
પ્રસ્થાપિત કરશે લક્ષ ચંડી મહાયજ્ઞ મહોત્સવ સાથે સમગ્ર વિયેના કલ્યાણની
ભાવના દર્શાવવામાં આવી છે ભવ્યાતિભવ્ય ધાર્મિક મહોત્સવ સાથે સમાજમાં
જાગૃતિ લાવવા માટે પણ વિવિધ કાર્યક્રમોની ભવ્ય આયોજન કરવામાં આવ્યું
માં કુળદેવી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા લક્ષ ચંડી મહાયજ્ઞ મહોત્સવ
ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો તે સાથે જ અત્યંત મહત્વપૂર્ણ
કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. લક્ષ ચંડી મહાયજ્ઞ
મહોત્સવ ના ચેરમેન તરીકે બાબુભાઈ જમના ભાઈ પટેલ (ધારાસભ્ય
ભાજપ) તથા પ્રોજેક્ટ મેનેજર તરીકે આઈ.એ.એસ. મહેન્દ્રભાઈ પટેલ ની
નિયુક્ત કરવામાં આવી હતી. લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ અંતર્ગત ૪૫ જેટલી
કમિટી ની રચના કરવામાં આવી હતી તમામ કમિટી દ્વારા માઇક્રો પ્લાનિંગ
સાથે સેવા કાર્યો શરૂ કરવામાં આવ્યા હતા.
લક્ષ ચંડી મહાયજ્ઞ મહોત્સવ માં દીપ પ્રાગટ્ય પ્રસંગે મણી દાદા એ જણાવ્યું
હતું કે લક્ષ ચંડી મહાયજ્ઞ મહોત્સવ માત્ર પાટીદાર સમાજ નો ઉત્સવ નથી
પરંતુ દરેક જ્ઞાતિ, દરેક સમાજ, દરેક ધર્મ અને સંપ્રદાય ના અનુયાઈ ઓ માટે
પણ પ્રેરણાદાયી ઉત્સવ બની રહેશે. વિ કલ્યાણની ભાવના સાથે ખાયો જીત
ભવ્યાતિભવ્ય કાર્યક્રમ બાદ કડવા પાટીદાર સમાજે સમગ્ર વિશ્વમાં શ્રેષ્ઠ પ્રજા
તરીકે પ્રસ્થાપતિ થશે. લક્ષ ચંડી મહા યજ્ઞ મહોત્સવ ના પ્રોજેક્ટ મેનેજર
આઈ.એ.એસ. અધિકારી મહેન્દ્રભાઈ પટેલ પણ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં
સૌથી મોટા મહોત્સવ માં વિવિધ પ્રકારના માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યા
છે. ખાસ કરીને પાટીદાર સમાજની યુવા પેઢીને વિશેષ જવાબદારી આપવામાં
આવી છે. યુવા પેઢી અત્યારે દાયિત્વ સ્વિકૃત કરીને સેવા કાર્યો કરી રહી છે. જે
પેઢી અનુભવ મેળવીને આગામી વર્ષોમાં ભવ્યાતિભવ્ય કાર્યક્રમોનું આયોજન
કરશે. ઉપરાંત રાષ્ટ્ર ભાવના, સમાજ ભાવના, પારિવારિક ભાવના તેમનામાં
વધારે દૃઢ બનશે. પશ્ચિમી સંસ્કૃતિ ના દૂષણોથી મુક્ત બનાવવા અને સંસ્કારી
પેઢી માટે યુવા વર્ગ માટે મહોત્સવ મહત્વપૂર્ણ સાબિત થયો છે. આ પ્રસંગે
સંસ્થા ના મહામંત્રી દિલીપભાઈ નેતાજી એ પણ જણાવ્યું હતું કે તમામ સમાજ ને
સાથે રાખીને મહોત્સવમાં ઉજવવામાં આવી રહ્યો છે. જે સમ રસ્તાની ભાવના
ઉજાગર કરી રહ્યો છે.
કડવા પાટીદાર સમાજ માટે અત્યંત મહત્વપૂર્ણ લક્ષ ચંડી મહાયજ્ઞ અંતર્ગત
મા નુ તેડુ, ઘેર ઘેર દીવો, મા અમે તૈયાર છીએ નું આયોજન કરવામાં આવ્યા
હતા. ઘેર ઘેર દીવા માટે રૂ. ૨00 ની હુંડી રજૂ કરવામાં આવી હતી આ
ઉપરાંત કડવા પાટીદાર સમાજ સહિત તમામ જ્ઞાતી, સમાજ, ધર્મ અને
સંપ્રદાયના અનુયાઈઓને આમંત્રણ આપવા માટે માનુ તેડું વિશ્વભરના ૧૨૬
દેશમાં મોકલવામાં આવી હતી. મા નુ તેડુ ના તમામ સ્થળ પર ઉમળકાભેર
વધામણા કરવામાં આવ્યા હતા. જ્યારે ૨૦,૦૦૦ થી વધારે સ્વયંસેવકો દાયિત્વ
સ્વિકૃતિ કરી લક્ષ ચંડી મહાયજ્ઞ મહોત્સવને સફળતા પૂર્વક પાર પાડવા માટે
દઢ સંકલ્પ શક્તિ, આત્મવિશ્વાસ અને મા ઉમિયાજી પ્રત્યેની અતુટ શ્રધ્ધા
વ્યક્ત કરી હતી.
વિશ્વના સૌથી મોટા લક્ષ ચંડી મહા યજ્ઞ મહોત્સવ ન ભૂતો ન ભવિષ્યતિ
બની રહેશે. પાટીદાર સમાજના અગ્રણીઓ, દાનેશ્વરી અને ઉદ્યોગપતિ
ઉછામણી માં ઉમળકાભેર ભાગ લઈને ગણતરીના કલાકોમાં કરોડો રૂપિયાના
દાન નો ધોધ વહાવી માં ઉમિયાજી પ્રત્યે અતુટ આસ્થા અને શ્રધ્ધા વ્યક્ત કરી
હતી. સનહાર્ટ ગ્રુપના ડિરેક્ટર ગોવિંદભાઈ વરમોરાએ ૪.૫૦ કરોડ રૂપિયાની
ઉછામણી માં ભાગ લઈને મહાયજ્ઞ ના મુખ્ય યજમાન બન્યા હતા. આ ઉપરાંત
દૈનિક રૂા. ૧૧૦૦૦નાપાટલામાં કડવા પાટીદાર ઉપરાંત દલીત સમાજ, રબારી
સમાજ, પશુપાલન સમાજ, ખારવા સમાજ, આદિવાસી સમાજ, સહિત તમામ
જ્ઞાતિ ના શ્રદ્ધાળુઓએ નામ નોંધાવી સમાજ સમરસતા નું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ
પુરૂ પાડ્યું હતું.
લક્ષ ચંડી મહાયજ્ઞ મહોત્સવ ને સફળ બનાવવા માટે કડવા પાટીદાર
સમાજના યુવા વર્ગને વિશેષ જવાબદારી સોંપવામાં આવી હતી. પશ્ચિમી સંસ્કૃતિ ના
દૂષણોથી પાટીદાર સમાજની ભાવિ પેઢી મુક્ત રહે, વ્યસન મુક્ત બને, ધાર્મિક
લાગણીઓ થી જોડાયેલા રહે સમાજ પ્રત્યે લાગણી શીલ બને તેવા ઉદ્દેશ સાથે
યુવા વર્ગ ને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હતી.
આ ઉપરાંત ઊંઝા તાલુકા અને વિસનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની
બહેનોને કમિટી બનાવવામાં આવી હતી જેમાં 10,000 થી વધારે દાયિત્વ
સ્વીકૃત કરનાર બહેનોએ સેવા યજ્ઞમાં ઉમળકાભેર ભાગ લીધો હતો. આર્થિક
જવાબદારીઓ, પારિવારિક જવાબદારી સહિત તમામ જવાબદારી હોવા છતાં
પણ મહિલાઓ એ લક્ષ ચંડી મહાયજ્ઞ મહોત્સવના પ્રત્યેક કાર્યક્રમમાં ભાગ લીધો
હતો.
૮૦૦ વિઘા જેટલી વિશાળ જમીન પર આયોજીત લક્ષચંડી મહાયજ્ઞ
મહોત્સવ માટે ભવ્યાતિભવ્ય યજ્ઞશાળા નું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં પ્રકાંડ
અને જ્ઞાની પંડિત દ્વારા લક્ષ ચંડી યજ્ઞ નો પ્રારંભ કરવામાં આવ્યું છે.
વૈદિક મંત્ર ના ઉચ્ચારણ વિશિષ્ટ પ્રકારના ધ્વનિ તરંગો નીકળે દૂર દૂર
સુધી વિસ્તારોમાં પહોંચી છે જે ધ્વનિ તરંગો હજારો કિલોમીટર વિસ્તારમાં
પ્રસરી ને પૃથ્વી તત્વ, જળ તત્વ, આકાશ તત્વ, અગ્નિ તત્વ અને વાયુ તત્વમાં
પ્રસરી સકારાત્મક ઉર્જા થી ભરપૂર બનાવી દેશે અને પવિત્ર આહુતિ અને
ચંડીપાઠ ના આયોજન થી જીવ માત્ર સૂક્ષ્મ ચમત્કારિક અસર પડશે.
ભવ્યાતિભવ્ય લક્ષ ચંડી મહાયજ્ઞ ના સાક્ષી બનવા અને મા ઉમિયા
ચરણોમાં શીશ ઝુકાવી જીવનને ધન્ય ધન્ય બનાવ્યાની અનુભૂતિ કરવા માટે
લાખો શ્રધ્ધાળુઓ લાચંડી મહાયજ્ઞ ના સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા. વાહન
પાકીંગ, મેડીકલ સેવા, ચા-પાણી, નાસ્તો, શુદ્ધ સાત્વિક અને સ્વાદિષ્ટ ભોજન
પ્રસાદ અને શીરન બધ્ધ રીતે શાંતિપૂર્વક તમામ શ્રદ્ધાળુ ની દર્શન માટેની સુંદર
વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના શુભારંભ પહેલા વિવિધ પ્રકારના ૪ જેટલા
રેકોર્ડ પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે. તા. ૧૮ ડિસેમ્બરથી ૨૨ ડિસેમ્બર
દરમિયાન યોજાનાર લક્ષ ચંડી મહાયજ્ઞ મહોત્સવ સમાજ અને રાષ્ટ્રના ઉત્થાન
માટે મહત્વપૂર્ણ સ્થાપિત થશે. લક્ષ ચંડી મહાયજ્ઞ મહોત્સવમાં લક્ષ એમ્પો, બાળ
નગરી અને સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના આયોજન આકર્ષણ રૂપ બની રહ્યા
છે. પાંચ દિવસ દરમિયાન 600 થી વધારે લોકો હેલિકોપ્ટરમાં દર્શને મંદિર
અને યજ્ઞશાળા પર પુષ્પ વેષા વરસાવસે.
લક્ષ ચંડી મહાયજ્ઞ મહોત્સવમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી,
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, રાજ્યમંત્રી
જયેશભાઈ રાદડીયા, મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલ અને રાજ્યમંત્રી
આર.સી. ફળદુ ઉપસ્થિત રહેશે લક્ષી એસ્ પો ઉપરાંત વિવિધ પેવેલિયન
ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
લક્ષ ચંડી મહાયજ્ઞમાં સાક્ષી બનવા અને મા કુળદેવી ઉમિયા ના ચરણોમાં
શીશ ઝુકાવી લાખો શ્રધ્ધાળુઓ પ્રથમ દિવસે જ ઊંઝા આવી પહોંચ્યા હતા પાંચ
દિવસના મહોત્સવ દરમિયાના આસરે ૮૦લાખથી વધુ શ્રધ્ધાળુઓ દર્શન કરવા
માટે આવે તેવી શક્યતા છે. લક્ષ ચંડી મહાયજ્ઞ મહોત્સવ પૂર્વે, લક્ષ ચંડી મહાયજ્ઞ
મહોત્સવ દરમિયાન અને લક્ષ ચંડી મહાયજ્ઞ ને પૂર્ણાહૂતિ બાદ કોઈ અનિનિય
બનાવ ન બને અને કાયદો અને સલામતી વ્યવસ્થા, લોખંડી સુરક્ષા વ્યવસ્થા
ગોઠવવામાં આવે છે.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.