ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞની તૈયારી : ચંડીપાઠ માટે ઉમિયા બાગમાં 1100 બહેનોએ લીંપણ કામગીરી આરંભી
( પાલનપુરથી પંકજ સોનેજીનો રિપોર્ટ)
ઊંઝા ખાતે આગામી તારીખ ૧૮ ડિસેમ્બરથી જગતજનની શ્રી ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞનો પ્રારંભ થવાનો છે. જેની તૈયારીઓ પૂરજોશમાં આરંભવામાં આવી છે. અને આ મહાયજ્ઞ માટે વિવિધ કમિટીઓની મેરેથોન બેઠકો યોજાઈ રહી છે .
આ મહાયજ્ઞના પ્રોજેક્ટ ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર એમ.એસ.પટેલ સમગ્ર પ્રોજેક્ટ ઉપર નજર રાખી રહ્યા છે. ઉમિયા માતાજીના આ પ્રસંગની કંકોતરીઓ પણ ગામેગામ વિતરણ કરી દેવામાં આવી છે. અને વિદેશમાં વસતા પટેલ જ્ઞાતિના પરિવારોને પણ પહોંચાડવામાં આવી છે.
.
જેમાં કેનેડાના કેલગરીમાં માતાજીની પત્રિકા પહોંચતા ત્યાં કંકુ- ચોખા દ્વારા તેના વધામણા કરવામાં આવ્યા હતા. બીજી તરફ આવતીકાલે રવિવારે એક ડિસેમ્બરના રોજ સવારે 07-45 કલાકે ઉમિયા બાગ ખાતે પાઠશાળામાં સતત ૧૬ દિવસ સુધી એક લાખ દુર્ગા સપ્તશતી એટલે કે ચંડીપાઠનું પઠન થશે. આ જ દિવસે શ્રી ઉમિયા માતાજી નિજ મંદિરેથી પાઠશાળા સુધી ઐતિહાસિક 5100 જવારાની યાત્રા પણ નીકળશે. તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે ઉમિયા બાગમાં ૧૧૦૦ જેટલી બહેનોએ પાઠશાળામાં લીંપણની કામગીરી આરંભી હતી. આ સમગ્ર મહોત્સવની પૂર્ણાહુતિ આગામી તારીખ 22 ડિસેમ્બરને રવિવારના રોજ થનાર છે.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.