ગૌરવ : બનાસકાંઠાના દરજી સમાજના અને પોલીસ વિભાગમાં ફરજ બજાવતા આર્મ હેડ કોન્સ્ટેબલ મુકેશ દરજીને રાષ્ટ્રપતિ એવોર્ડ

Sep 10 08:25 2022

(પાલનપુરથી પંકજ સોનેજીનો રિપોર્ટ)
           બનાસકાંઠા જિલ્લાના વતની અને દરજી સમાજને ગૌરવ થાય તેવા એક સમાચાર આવ્યા છે. જેમાં આર્મ હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ દરજીને રાષ્ટ્રપતિ મેડલ અને સર્ટિફિકેટ થી નવાજવામાં આવ્યા છે.અમદાવાદમાં આવેલા ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરમાં આજે પોલીસ ચંદ્ર અલંકરણ સમારોહ યોજાયો હતો.જેમાં પોલીસ વિભાગમાં વિશિષ્ટ સેવા આપનાર જવાનોને રાષ્ટ્રપતિ એવોર્ડ આપી નવાજવામાં આવ્યા હતા. ત્યારે આ સમારોહમાં બનાસકાંઠાના દરજી સમાજના  અને આર્મ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મુકેશભાઈ દરજીને પણ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાષ્ટ્રપતિ મેડલ આપીને સન્માનિત કરાયા હતા. મુકેશભાઈ દરજી 1996માં પોલીસ ખાતામાં ભરતી થયા હતા. જેમની 24 વર્ષની દીર્ઘ ફરજ દરમિયાન સારી કામગીરીને લઇને તેઓએ 278 જેટલા ઈનામ પ્રાપ્ત કરેલા છે, અને તે પણ એક પણ દંડ કે નશ્યત વગર, ઈમાનદારી અને નિષ્ઠાથી ફરજ બજાવનાર મુકેશભાઈ દરજીને રાષ્ટ્રપતિ દ્વારા ૧૫ ઓગસ્ટ 2018 ના રોજ મેડલ મળ્યો હતો. જેનો આજે વિતરણ સમારોહ મુખ્ય મંત્રી વિજય રૂપાણીના હસ્તે યોજાતા આ મેડલ તેમને એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે યોજાયેલા સમારોહમાં રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા અને રાજ્યના પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝા ઉપસ્થિત રહ્યા હતા.

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.