ચેકપોસ્ટ પર કર અને ફી વસૂલવાની કામગીરી બંધ થશે : વાહન માલિકો, ટ્રાન્સપોર્ટરો કર અને ફીની ચૂકવણી ઓનલાઈન કરી શકશે*
*હવે કાચું લાયસન્સ કઢાવવા માટે આરટીઓ નહીં જવું પડે : ૨૨૧ આઈટીઆઈ અને ૨૯ પોલિટેકનિકમાંથી લર્નિંગ લાયસન્સ નીકળશે : ૭ ઓનલાઈન સેવા વધારાઈ*
ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઐતિહાસિક નિર્ણય લેતા રાજ્યની વિવિધ ૧૬ ચેકપોસ્ટ નાબૂદ કરી દીધી છે. ૧૬ જેટલી ચેકપોસ્ટ નાબૂદ કરવામાં આવતા વાહનોને ઊભા રહેવું નહીં પડે અને ચેકપોસ્ટ પરથી તેઓની ગાડી સડસટાટ નીકળી જશે તેમજ મુખ્યમંત્રીશ્રીનાં આ નિર્ણયથી ઈંધણની બચત થશે. રાજ્યમાં હાલ અંબાજી, અમીરગઢ, ગુંદરી, થાવર, થરાદ, સામખીયાળી, જામનગર, શામળાજી, દાહોદ, ઝાલોદ, છોટાઉદેપુર, સાગબારા, કપરાડા, ભિલાડ, સોનગઢ અને વઘઈ ખાતે ચેકપોસ્ટ કાર્યરત છે જે નાબૂદ કરવામાં આવશે. આ સાથે જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેરાત કરી છે કે, હવેથી રાજ્યની ૨૨૧ આઈટીઆઈ અને ૨૯ પોલિટેકનિકોમાંથી લર્નિંગ લાયસન્સ કઢાવી શકાશે. મતલબ કે, હવે કાચું લાયસન્સ કઢાવવા માટે આરટીઓ નહીં જવું પડે.
ટ્રાફિકનાં નવા નિયમો અમલમાં આવતા આરટીઓમાં લોકોની લાઈન વધી રહી છે, ત્યારે લોકોને હાલાકી ન ભોગવવી પડે તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રુપાણીએ ત્રણ અગત્યનાં નિર્ણયો લીધા છે. જે અંતર્ગત લોકોને લર્નિંગ લાયસન્સ, ડુપ્લિકેટ દસ્તાવેજો સહિત વિવિધ કામો માટે આરટીઓએ ધક્કા ખાવા નહીં પડે. આ સિવાય ગુજરાતમાં વિવિધ ચેકપોસ્ટ નાબૂદ કરી દેવામાં આવી છે. હવેથી ગુજરાત પાસિંગ ઉપરાંત બહારનાં રાજ્યમાંથી આવતી ટ્રકોએ પણ તમામ પ્રક્રિયા ઓનલાઈન કરવાની રહેશે. આરટીઓ દ્વારા તા. ૨૦થી મેન્યૂઅલ મેમો પણ બંધ કરવામાં આવશે. આરટીઓના અધિકારીઓને હવે હેન્ડહેલ્ડ ડિવાઈસથી ઈ-મેમો ઈશ્યૂ કરવાના રહેશે.
વાહન ચાલકો ટેક્સ અને ફી parivahan.gov.in પર ઓનલાઈન પેમેન્ટ કરી શકશે. અત્યાર સુધી ચેકપોસ્ટ પર રૂ. ૩૩૨ કરોડની આવક હતી. જે હવે ઓનલાઈન સ્વીકારવામાં આવશે. ઓવર ડાયમેન્શન અને કાર્ગો માટેના વાહન અને માલની મુક્તિની જોગવાઈ મુજબ ઓનલાઈન ફી ચૂકવી મુક્તિ મેળવી શકશે. આ પરવાનગી ફક્ત વાહનના માપ અને માલના ઓવર ડાયમેન્શન પૂરતી છે. ઓવરલોડ માલની પરવાનગી ઓડીસી મોડ્યુલ પર મળશે નહીં. ઓવરલોડ માલનું પરિવહન પ્રતિબંધિત છે. તેમજ દંડ ઈ ચલણથી વસૂલવામાં આવશે.
હાલ આરટીઓની ઓનલાઈન સેવામાં નવી સાત સેવાનો ઉમેરો કરવામાં આવ્યો છે. જે પ્રમાણે ડુપ્લિકેટ આરસી બુક સહિતનાં કામો ઓનલાઈન થશે. આ માટે જે તે વ્યક્તિએ ઓનલાઈન જ અરજી કરવાની રહેશે. અત્યારે ગુજરાત સરકાર પાસે ૨૦૧૦ પછીનાં વાહનોનો તમામ ડેટા ઉપલબ્ધ છે. આગામી ત્રણ મહિનામાં ૨૦૦૧થી ૨૦૧૦ સુધીનો ડેટા પણ ઉપલબ્ધ બનશે. એટલે કે છેલ્લા ૨૦ વર્ષનો રેકોર્ડ ઓનલાઈન ઉપલબ્ધ બનશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લીધેલા નિર્ણયોથી ટ્રાફિક અને પ્રદૂષણમાં ઘટાડો જોવા મળશે અને ધંધા રોજગારમાં ગતિ આવશે અને કાર્યક્ષમતામાં વધારો થશે. તેમજ આ નિર્ણયોનો લાખો લોકોને ફાયદો થશે.
*ચેકપોસ્ટ નાબૂદી*
૧. ગુજરાત સરકાર ઐતિહાસિક નિર્ણય દ્રારા વાહનવ્યવહાર ખાતા હસ્તકની ૧૬ ચેકપોસ્ટ કાયમી ધોરણે નાબૂદ કરવામાં આવશે.
૨. ઓવર ડાયમેન્શન કાર્ગો (ઓડીસી) મોડયુલ પર વાહન માલિક કે ટ્રાન્સપોર્ટર વાહન અને માલ સંબંધિત સ્વૈરછિક જાહેરાત દ્રારા વાહન અને માલની લંબાઈ, પહોળાઈ, ઉંચાઈ જાહેર કરી શકશે અને ભરવાપાત્ર રકમ ઓનલાઈન ભરી શકશે.
૩. જો કોઈ વાહન માલિક ખોટી માહિતી ઓનલાઈન જાહેર કરશે અને પકડાશે તો બમણાં દંડની વસૂલાત કરવામાં આવશે.
૪. ઓડીસ મોડયુલ દ્રારા બસ અને ટેક્ષી-મેક્ષીની ટેક્ષ અને ફી પણ ઓનલાઈન ભરી શકાશે. ઓનલાઈન ભરવામાં આવેલ ટેક્ષ અને ફીની ચકાસણી QR Code સ્કેનર દ્રારા થઈ શકશે. આ QR Code રીસીપ્ટ Encrypted સ્વરૂપમાં હશે. રસીદની સાથે કોઈ છેડછાડ થઈ શકશે નહીં.
૫. ચેકપોસ્ટ નાબૂદ કરવાથી રાજય સરકાર રોડ સેફટી માટે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં.
૬. પરવાનગી ફકત વાહનના માપ અને માલના ઓવરડાયમેન્શન પૂરતી છે. ઓવરલોડ માલની પરવાનગી ઓડીસી મોડયુલ પર મળશે નહીં. ઓવરલોડ માલનું પરિવહન પ્રતિબંધિત છે.
૭. પ્રચાર-પ્રસારથી અન્ય રાજયના ટ્રાન્સપોર્ટ એસોસીએશન અને ટ્રક એસોસીએશનને જાગૃત કરવામાં આવ્યા છે.
૮. ચેકપોસ્ટના વિકલ્પરૂપે વાહન માલિકો અને ટ્રાન્સપોર્ટરો ઉપર વિશ્વાસ અને ભરોસો મૂકવામાં આવશે.
૯. હાલ ગુજરાત રાજયની ચેકપોસ્ટ પરની આવક રૂા. ૩૩૨ કરોડ ચેકપોસ્ટ ઉપર વસૂલ કરવામાં આવતી હતી. તે હવે જે આવક ઓવરડાયમેન્શન (ઓડીસી) મોડયુલ દ્રારા વસૂલ કરવામાં આવશે.
૧૦. આ નિર્ણય રાજય અને દેશના વાહનવ્યવહારમાં ઝડપી, કાર્યક્ષમ અને નફાલક્ષી, પારદર્શક બનશે. Ease of Doing Businessની દિશામાં ગુજરાત સરકારનું મહત્વપૂર્ણ પગલું છે.
*લર્નિંગ લાયસન્સ આઈ.ટી.આઈ. કક્ષાએ ઈસ્યુ કરવા*
* હાલ શિખાઉ લાયસન્સ આરટીઓ કચેરી ખાતેથી ઈસ્યુ કરવામાં આવે છે. શિખાઉ લાયસન્સ હવે આઈટીઆઈ. કક્ષાએથી ઈસ્યુ કરવામાં આવશે.
* આરટીઓ ખાતે એપોઈન્ટમેન્ટ લીધેલ હોય તે કચેરીમાં પ્રોસેસ કરી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે. નવી એપોઈન્ટમેન્ટ આઈટીઆઈ ખાતે થી જ મળશે.
* હાલના તબકકે ગુજરાત રાજયની ૨૮૭ આઈટીઆઈ પૈકી ૨૨૧ આઈટીઆઈ ખાતે શિખાઉ લાયસન્સની કામગીરી કરવામાં આવશે. જે કામગીરી ૩૬ આરટીઓ ઓફીસમાં થતી હતી તે કામગીરી ૨૨૧ આઈટીઆઈ ખાતેથી થશે.
* વર્ષે અંદાજે ૮ લાખ લોકોને આરટીઓ આવવાની જરૂર રહેશે નહીં. લોકોને મોટાભાગે તાલુકા કક્ષાથી દૂર જવાની જરૂર રહેશે નહીં.
* અરજદાર દ્રારા શિખાઉ લાયસન્સની અરજી અને ફીની કામગીરી ઓનલાઈન કરવાની રહેશે. શિખાઉ લાયસન્સની કામગીરી માટે અરજદાર પાસે હાલની વધારાની ફી સિવાય કોઈપણ વધારાની ફી વસૂલ કરવામાં આવશે નહીં.
* સરકારી ૨૯ પોલીટેકનીક ખાતે તા. ૨૫.૧૧.૨૦૧૯થી શિખાઉ લાયસન્સ પણ ઈશ્યૂ કરવામાં આવશે.
*આરટીઓની નવી ૭ સેવાઓ અરજદારોને ઘેરબેઠાં મેળવી શકશે*
* હાલ નોન ટ્રાન્સપોર્ટ વાહનો અને ટ્રાન્સપોર્ટ વાહનો પસંદગીના નંબરો, સ્પેશીયલ પરમીટ, ટેમ્પરરી પરમીટ, ટેક્ષ અને ફીની ચૂકવણી અરજદાર આરટીઓ કચેરીએ રૂબરૂ મુલાકાત સિવાય ઘેરબેઠાં આ સેવાઓ મેળવી રહ્યાં છે.
* વર્ષ ૨૦૦૯-૧૦ પછીના ડ્રાઈવીંગ લાયસન્સધારકો રીન્યુઅલ ડ્રાઈવીંગ લાયસન્સ, ડુપ્લીકેટ ડ્રાઈવીંગ લાયસન્સ, ડ્રાઈવીંગ લાઈલયસન્સ સંબંધિત માહિતી, રીપ્લેશમેન્ટ ઓફ ડ્રાઈવીંગ લાયસન્સ - કુલ ૦૪ સેવાઓ.
* વર્ષ ૨૦૦૯-૧૦ પછીની આરસી બુક ધરાવતા વાહનમાલિકો ડુપ્લીકેટ આરસી બુક, વાહન ઈર્ન્ફમેશન અને હાઈપોથીકેશન રીમુવલ- કુલ ૦૩ સેવાઓ. એમ કુલ મળીને કુલ ૦૭ સેવાઓ ફેશલેશ થશે. આ બંન્ને સેવાઓ મળી રાજયના કુલ ૧૭.૫૫ લાખ લોકોને લાભ થશે.
*ઈ-ચલણ*
* આરટીઓ ચલણની કામગીરી મેન્યુઅલ પધ્ધતિને બદલે તા. ૨૦.૧૧.૨૦૧૯થી ઈ-ચલણ ઉપર હેન્ડ હેલ્ડ ડીવાઈસથી થશે.
* ચેકીંગ અધિકારીઓને હેન્ડ હેલ્ડ ડીવાઈસીસથી સુસજજ કરવામાં આવશે.
* હેન્ડ હેલ્ડ ડીવાઈસના ઉપયોગ દ્રારા આરટીઓની કામગીરીમાં પારદર્શકતા, કાર્યક્ષમતા આવશે. એન્ફોર્સમેન્ટની કામગીરી મનસ્વીપણે નહીં થઈ શકે. ગુન્હાવાર દરોની ગણતરી ઓટોમેટીક થશે. દંડ કરવાની કાર્યવાહીમાં મનઘડત રીતે કરી શકાશે નહીં.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.